છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે બોડેલીની વૈષ્ણોવાડી ખાતે વેલકમ નવરાત્રી નો નગરની મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નવલા નોરતાની શરૂઆત પહેલા વેલકમ નવરાત્રીના ભાગરૂપે આયોજન કરતા માતાજીના ગરબા રમી ઉત્સાહ પૂર્વક ભાગ લઇ મહિલાઓએ ગરબા રમ્યા હતા કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લા ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વેલકમ નવરાત્રી ના આયોજનમાં અગ્રવાલ નિમિષાબેન તેમજ માધવીબેન તન્ના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ગરબા રમી વેલકમ નવરાત્રી ની ઉજવણી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


