Gujarat

બોડેલી ખત્રી વિદ્યાલયમાં એન.એસ.એસ.દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ            

આજ રોજ 31 ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલ નીજન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેમાં  સરકારશ્રી ના આદેશ મુજબ  રન ફોર યુનિટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બોડેલીમાં આવેલી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં એન.એસ.એસ.યુનિટ ના વિદ્યાર્થીઓએ વેકેશન સમયગાળા દરમિયાન રન ફોર યુનિટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની સિદ્ધિઓને લોકો સમક્ષ રજૂ કરી લોખંડી પુરુષના આબેહૂબ દર્શન કરાવી  સાથે સ્પર્ધક બની શાળા મેદાન તથા શેરીઓમાં વિદ્યાર્થીઓના કિલ્લોલેઆ દિવસને રંગીન બનાવ્યો હતો.ગામમાં બાઈક રેલી કાઢવામાં આવી, રાષ્ટ્રીય એકતા ને ઉજાગર કરતું શેરી નાટક ભજવવામાં આવ્યું, સાથે સાથે વિદ્યાર્થીઓ ને વિશ્વ એકતા,ભાઈચારો અને વિશ્વબંધુત્વ સંદર્ભે પ્રતિજ્ઞા એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ.એસ.માસ્ટર દ્વારા લેવડાવવામાં આવી ત્યારે શાળાના આચાર્યશ્રી ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમના કન્વીનર શ્રી એમ.એસ માસ્ટર સાહેબને તથા સમગ્ર એન.એસ.એસ યુનિટને અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221031-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *