આજ રોજ બોડેલી ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત સાથેજ નવી નિમણુંક પામેલ જિલ્લા તથા વિધાનસભા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી આવી રહેલ જનસંવાદ ના કાર્યક્રમના ભાગરૂપે મિટિંગ રાખવામાં આવી હતી.
સાથેજ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે વોલ પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં બીજી પાર્ટી દ્વારા તેને ભુસવા માં આવી રહ્યું છે તે બિલકુલ અયોગ્ય છે, તેમને ડર દેખાઈ રહ્યો છે તોજ આવી હરકત કરી રહ્યા છે તેમ પણ જણાવાયું હતું.
આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પાર્ટી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બોડેલી નગરમાં આપ પાર્ટીની મિટિંગ યોજાઇ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


