બોડેલી ની સૌથી પહેલી બનેલી અને સૌથી મોટી જામા મસ્જીદ ના મિનારા ને તેમજ મસ્જીદ ને આગામી સમયે આવી રહેલ ઈદે મિલાદુન નબી ના તહેવારને લઈ તિરંગા થીમ થી શણગારવામાં આવતા બોડેલી નગરમાં ભાઈ ચારો તેમજ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો
આગામી સમયે આવી રહેલ ઈદે મિલાદ ના તહેવાર ને લઇ ને બોડેલી નગર માં આવેલ સૌથી પહેલી અને સૌથી મોટી જામા મસ્જીદ તેમજ તેના મિનારા ને બોડેલી નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા ત્રિરંગા થીમ થી ડેકોરેટ કરવામાં આવેલ છે જેને લઇ બોડેલી નગરમાં એકતા અને ભાઈચારો તેમજ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે આ ડેકોરેશનને જોવા પણ અનેક લોકો આવે છે
હાલ ચાલી રહેલા નવરાત્રી પર્વ નિમિત્તે ઠેર ઠેર મકાનો તેમજ નવરાત્રી પર્વની ઉજવણી જ્યાં થાય છે તે સ્થળો એ પણ અવનવા સણગાર કરી રોશની કરવામાં આવી છે અને બોડેલી નગરમાં આવેલ બોડેલી ની સૌથી જૂની અને સૌથી મોટી જામા મસ્જીદ ના મિનારા તેમજ મસ્જીદ ને ત્રિરંગા થીમ થી શણગારવામાં આવી છે બોડેલી જામા મસ્જીદ ના મિનારા બોડેલી નગર માં સૌથી ઉંચો મિનારો હોઇ રાત્રી દરમ્યાન સોસાયટીઓ ના ધાબા ઉપર થી પણ આ મસ્જીદ ના મિનારા નો નજારો જોઈ શકાય છે બોડેલી જામા મસ્જીદ ના મિનારા ને તેમજ મસ્જીદ ને આગામી સમયે આવી રહેલ ઈદે મિલાદુન નબી ના તહેવારને લઈ તિરંગા થીમ થી શણગારવામાં આવતા બોડેલી નગરમાં ભાઈ ચારો તેમજ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


