બોડેલી તાલુકા ના વડા તળાવ ગામે ઉનાળા ના મધ્યમાં જ તળાવ સુકાતા ગ્રામજનો ચિંતા થયા છે.
હાલમાં ઉનાળો પોતાની ચરમસીમાએ છે સુરજ આગનો ગોળો બની ગરમી ની વર્ષા કરી રહો છે મનુષ્યથી લઈને મૂંગા પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે બોડેલી તાલુકાના વડા તળાવ ગામ આવેલ તળાવ ઉનાળાની મધ્યમાં સુક્કો ભઠ્ઠ થઈ ગયું છે જેને લઇને ગ્રામજનો ચિંતાતુર બન્યા છે હજુ અડધો ઉનાળો તો બાકી છે ત્યારે મૂંગા પશુ માટે પાણી ક્યાંથી લાવું અને પશુઓ ગરમીથી રાહત મેળવવા તળાવના પાણીમાં ઊતરે છે તળાવમાં પાણીના હોવાથી પશુઓની હાલત કફોડી બની છે વડા તળાવ નજીકથી નર્મદા મુખ્ય કેનાલ ની નહેર પસાર થાય છે નર્મદા કેનાલનું પાણી તળાવમાં ભરવામાં આવે તો રાહત થાય તેમ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા


