Gujarat

બોડેલી તાલુકામાં  માં આવેલ અતિ સુપ્રસિધ્ધ યાત્રા ધામ ઝંડ હનુમાનજી મંદિરે ગુરુ ,શુક્ર,અને શનિવારે હનુમાન જ્યંતિ પૂનમ અને શનિવાર નો ત્રિવેણી સંગમ અને રવિ આમ ચાર દિવસ ના મીની વેકેશન ટાણે દોઢ લાખ જેટલા શ્રધ્ધાળુ ભક્ત જનો એ દાદા ના દર્શન નો લાભ લીધો હતો

માહિતી મળ્યા મુજબ જાંબુઘોડા થી માત્ર 11 કિમિ ના અંતરે આવેલ અતિ પ્રાચીન કાળમાં  એકજ રેતાળ પથ્થર માંથી કોતરી ને બનાવેલ એકવીસેક ફૂટ ની ઉંચાઈ ધરાવતી લગભગ ભારત ભરમાં દુર્લભ એવી હનુમાનજી ની મૂર્તિ આવેલી છે આ સ્થળે ગુજરાત રાજસ્થાન, મધ્યપ્રદેશ,અને મહારાષ્ટ્ર રાજ્યના અનેક શ્રધ્ધાળુ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ સ્થળે  શનિવારે હનુમાન જયંતિ અને રવિવાર સોમ વાર આ દિવસ ના મીની વેકેશન ટાણે દોઢ લાખ જેટલા ભક્તજનો શ્રધ્ધાળુ ઓ એ દાદા ના દર્શન નો લાભ લીધો હતો
     ઝંડ હનુમાનજી મંદિર પરિસર માં  નીચે ના ભાગ માં આવેલ અતિ પ્રાચીન હજારો વર્ષ પહેલાં ના સમયથી બનેલું અને ખંડેર થઈ ગયુ હતુ તે શિવ મંદિર નું રીપેરીંગ નું કોતરણી કામ ઝંડ નજીક અંતરિયાળ જંગલ વિસ્તાર માં આવેલ કઠિયારી ગામના કારીગર દ્વારા કરી આબેહુબ જેતે સમયે એ મંદિર નું કોતરણી કામ હતુ તેવીજ ડિઝાઇન થી નવીની કરણ કરતા તે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યુ છે જ્યાં પણ ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો
        દર્શન ની સાથે સાથે જાંબુઘોડા અભયારણ્ય ની પણ પ્રવાસી પર્યટકો એ મઝા માણી હતી ચાર દિવસ માં એવરેજ ત્રીસ હજાર ઉપરાંત શ્રધ્ધાળુ પ્રવાસીઓ નો ધસારો જોવા મળ્યો હતો અને સ્થાનિકો ને પણ પૂરક રોજી રોટી મળતા હાલ આ વિસ્તારના નાના મોટા વહેપારીઓ માં પણ આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220419-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *