Gujarat

બોડેલી નજીક કકરોલીયા પાસે એસટી બસ ડિવાઇડર પર ચડી જતા સર્જાયો અકસ્માત ડિવાઈડર પર રેડિયમના પટ્ટા ન હોવાથી વારંવાર સર્જાઈ રહ્યા છે અકસ્માત 

બોડેલી નજીક કાકરોલિયા પાસે એસટી બસ ડીવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે બસમાં સવાર મુસાફરોનો બચાવ થયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાની  થઈ ન હતી
હાલોલ તરફથી આવતી એસટી બસ કકરોલીયા પાસે ડિવાઇડર પર ચડી ગઈ હતી ડિવાઇડર ના વચ્ચે રેડિયમના પટ્ટા ન હોય અથવા સુચના બોર્ડ પણ ન હોય ત્યાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે વાહનચાલકો ના જણાવ્યા મુજબ દૂરથી ડિવાઇડર દેખાતું ન હોવા થી અને ત્યાં કોઈ બોર્ડ યા રેડિયમના પટ્ટા ન હોવાથી અકસ્માત સર્જાય છે ત્યારે વહેલી તકે ડિવાઈડરના વચ્ચે બોર્ડ મૂકવામાં આવે અને રેડિયમના પટ્ટા મારવામાં આવે તેમ વાહનચાલકો જણાઈ રહ્યા છે
ઘટના સ્થળે લોકોના ટોળા ઉંટી પડ્યા હતા બસને ડિવાઇડર પર થી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વહેલી તકે ડિવાઇડર પર બોર્ડ મૂકવામાં આવે અને રેડિયમ કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220707-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *