Gujarat

બોડેલી ની શેઠ કાપડીયા કોલેજમાં આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે નવરાત્રી મહોત્સવની ઉજવણી

આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોડેલી ની શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસ માટે મા આદ્યશક્તિની પૂજા અર્ચના સાથે માતાજીની સ્તુતિ, આરતી કરી ડી.જે.નાં તાલે માતાજીના ગરબાની ભારે રમઝટ કોલેજનાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ જમાવી હતી. જોકે, આ આયોજન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ રીતે શૈક્ષણિક કાર્ય બાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. છેલ્લાં બે વર્ષથી કોવિડની પરિસ્થિતિને કારણે આ આયોજન ચાલુ વર્ષે બે વર્ષ બાદ થતા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ગરબાની સાથે ટીમલીની પણ મજા માણી હતી. પરંતુ, આ વર્ષે આ પ્રકારનાં આયોજનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને લગભગ પંદરસો જેટલાં વિદ્યાર્થીઓ ગરબાનાં તાલે મન મૂકીને નાચી ઝુમી નવલા નોરતાની ઉજવણી કરી હતી. ત્યારે કોલેજનાં ઉત્સાહી પ્રિન્સીપાલ એચ.એમ.કોરાટ સાથે કોલેજનાં સમગ્ર સ્ટાફ પરિવારે પણ આ ધાર્મિક કાર્યક્રમમાં મન મૂકીને દિલથી ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન માટે યુવાનોનાં થનગનાટને દબાવી દેવાને બદલે, એમનામાં ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને સનાતન ધર્મના ઉચ્ચ
વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેઇમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે વેબસાઇટ અને એપ | લોંચ કરવામાં આવેલા છે. આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમા આદર્શોનું સિંચન થાય અને ભવિષ્યની આવનારી પેઢીનાં સંસ્કારોમાં પણ એ સંચિત થાય, એ માટે આ આયોજનની પરવાનગી આપવા બદલ આ કોલેજનાં વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલ ડો. એચ.એમ. કોરાટ નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *