છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથક માંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી આડેધડ રેતી ખનનને લઈને બોડેલી-રાજપીપળા નેશનલ હાઇવે ને જોડતો ઓરસંગ નદી નો બ્રિજ જર્જરિત હાલતમાં કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા બ્રિજ નું સમારકામ અત્યંત જરૂરી જે તે સમયે જમીનમાં બનાવેલા બ્રિજના 14 પૈકી 12 ફાઉન્ડેશન હાલ 15 ફૂટ જેટલા બહાર દેખાઈ રહ્યા છે રાત દિવસ વાહનોની અવરજવરથી ધમધમતા આ રોડ ઉપરના બોડેલી ઓરસંગ નદીના મુખ્ય બ્રીજના ફાઉન્ડેશન તેમજ તેના સળિયા બહાર દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ
બોડેલી પાસે થી પસાર થતી ઓરસંગ નદી પરનો લગભગ અડધો કિ.મી. કરતા વધુ લાંબા બ્રિજ નીચેથી પાયા જર્જરીત થતા વાહન ચાલકો ભયભીત થઈ ગયા છે. જર્જરિત બ્રિજના કાંગરા ખરવા માંડતા હવે બ્રિજનુ અને તેના ખખડધજ માર્ગ નુ સમારકામ જરૂરી બન્યું છે. રાજપીપલા બોડેલી નેશનલ હાઈવે ને જોડતો ઓરસંગ નદી નો મુખ્ય બ્રિજ ના જેતે સમયે જમીન લેવલે બનાવેલા , 6જુના તેમજ 8 નવા ફાઉન્ડેશનો કે જેને ત્રણ દાયકા અગાઉ બનાવ્યા હતા તે પૈકી બાર ફાઉન્ડેશન 15 ફૂટ જેટલા બહાર દેખાતા અને બ્રિજ ઉપરથી અવર-જવર કરતી વખતે બ્રિજ હલતો હોય વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે જોકે આ અંગે વધુ વિગત મેળવતા બ્રિજની અંદર સ્પ્રિંગ સિસ્ટમ હોય બ્રિજ હલે છે તેમ જાણવા મળ્યું હતું
બોડેલી ઓરસંગ બ્રિજ નજીકમાં બંને સાઈડે બે ફામ રેતી ખનન હાલ ચાલી રહ્યું છે અને આડેધડ 30 થી 40 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી રેતી ખનન થઈ રહ્યું છે આ અંગે પૂછપરછ કરતા રેતી ખનન કરી રહેલા હોય જણાવ્યું હતું કે આ અમારી કાયદેસરની લીધો છે અને હાલ અમો આ ખાડામાં ભરાઈ ગયેલ કાયદો કિચનને હિટાચી વડે બહાર કાઢી રહ્યા છીએ તેમ કેટલાક રેતી ખનન કરી રહેલા ઓ એ જણાવ્યું હતું
બ્રિજને અડીને જ બંન્ને સાઈડ પર હાલ મોટા પાયે રેતી ઉલેચવા માં આવે છે જેને લઈને બ્રીજના નીચેના પાયા પણ બહાર આવી ગયા છે હાલમાં ચોમાસાના સમયમાં આ બ્રિજના પાયા ખુલ્લા થતા વાહન ચાલકોમાં ભારે ભય નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અહીં આજુબાજુથી રેતી ખનન બંધ કરવામાં આવે અને બ્રિજને રીપેરીંગ કરવામાં આવે તેમ લોકો માંગ કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષો થી બ્રિજ જર્જરિત બન્યો છે. તેના પાયા પણ રેતી ખનન ને લીધે ડોકાવા માંડ્યા છે. બ્રિજ પરથી દિવસ રાત સતત વાહનો ની અવર જવર વચ્ચે અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ નો માર્ગ પણ અત્યંત ખરાબ થઈ ગયો છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ વહેલી તકે બ્રિજ નું સમારકામ થાય તે ખૂબ જરૂરી બન્યું છે
બોક્સ
ઓરસંગનદી માં આડેધડ રેતી ખનન ને લઇ બ્રીજ ના ફાઉન્ડેશન સહિત પાયા બહાર દેખાઇ રહ્યા છે ફાઉન્ડેશન ની જર્જરીત હાલત માં સળીયા પણ બહાર દેખાય રહ્યા છે બોડેલી પાસેથી પસાર થતો ઓરસંગ નદી નો બ્રિજ જર્જરિત હાલતમાં કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા બ્રિજ નું સમારકામ અત્યંત જરૂરી બન્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


