Gujarat

બોડેલી પોલીસને મળી મોટી સફળતા બાઈક ચોરી નો ભેદ ઉકેલતી બોડેલી પોલીસ

સંખેડા અને વાઘોડીયા પોલીસે મથકે બાઈક ચોરી નોંધાયા હતા ગુના બે બાળકિશોરો ચોરીની ૬ બાઈક સાથે ઝડપાયા પોલીસે ૧,૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બોડેલી પોલીસે  દ્વારા ચોરીની ૬ બાઇક સાથે બે કિશોરને પકડ્યાં ગુજરાત તેમજ અન્ય રાજ્ય મા થી બાઈક ચોરી ના ગુના માં સંડોવાયેલા બે કિશોરને ચોરીની છ બાઇક સાથે બોડેલી પોલીસે પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે . જ્યારે પોલીસે રૂા .૧,૮૫ લાખની કિંમતની છ બાઈક રિકવરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
 બોડેલી પીએસઆઇ એ.એસ  તેમજ સ્ટાફ્ના પોલીસ કર્મીઓ બોડેલી ના ચલામલી ગામ પાસે પેટ્રોલિંગ કરતા હતા
ત્યારે બે કિશોર બે બાઈક લઈ પસાર થયા હતા પોલીસે બંનેને અટકાવીને પૂછપરછ કરી હતી . પરંતુ બંને કિશોરે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હોય
જેથી પોલીસે બંનેની અટક કરી બોડેલી પોલીસ મથકે લાવી પૂછપરછ કરી શરૂ કરી હતી . ત્યારે બંનેએ બાઇકો ચોરીની હોવાનું કબૂલ કર્યું હતું
પોલીસ તપાસ કરતા બંને કિશોરે રાજસ્થાન રાજ્યની ૧ બાઈક , ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના સંખેડાની બે બાઈક , વડોદરા જિલ્લાના વાઘોડીયાની બે તેમજ છોટાઉદેપુર તાલુકાની એક બાઈક મળી કુલ છ બાઈક ચોરી કર્યાનો ખુલાસો કર્યો હતો આમ બોડેલી પોલીસ દ્વારા મોટી સફળતા મળી હતી અને બે કિશોરોને છ બાઈક સાથે ઝડપી પાડ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220914-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *