Gujarat

ભરૂચના વેડચ ગામની પ્રાથમિક શાળાનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું

ભરૂચ
જંબુસર તાલુકાના જંબુસરના વેડચ ગામના પરા વિસ્તારમાં શાળાનું મકાન આશરે ૩૯ વર્ષ પહેલા નિર્માણ થયું હતું. જે શાળામાં આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે હાલ પણ સ્કૂલ કાર્યરત છે. આ શાળા છેલ્લા ૧૨ વર્ષથી જર્જરિત બની હોવા અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં તેનું સમારકામ નહી કરવામાં આવતા આજરોજ આ શાળાનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. ઘટના બની હોવાથી કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ચાલુ શૈક્ષણિક કાર્યમાં જાે આ ઘટના બની હોય તો શાળામાં અભ્યાસ કરતા ૨૯ વિદ્યાર્થીઓનું શું થાત તે વિચારીને ગ્રામજનો ધ્રુજી ઉઠ્‌યા છે ત્યારે તંત્ર જર્જરિત શાળા અને બિસ્માર માર્ગ તાત્કાલિક બનાવી આપે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.જંબુસરના વેડચ ગામના પરા વિસ્તારમાં જર્જરિત પ્રાથમિક શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જેને લઈ દોડધામ મચી હતી. ૩૯ વર્ષ જૂની શાળા ૧૨ વર્ષથી જર્જરિત બની હોવા અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહી લેવાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *