Gujarat

ભરૂચમાં હવે જેલ કર્મચારીઓની પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી

ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યાં છે જેમાં ભરૂચ જિલ્લા જેલના કર્મચારીઓએ પણ જોડાઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ગજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી તેમજ અધિકારીઓને સને ૧૯૬૭ થી પોલીસ ખાતા જેટલો પગાર કરવામાં આવતો હતો પણ ૧૯૮૬ થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના પગાર ધોરણમાં સુધારો કરી આપવામાં આવ્યો છે પરંતુ જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કરવામાં આવ્યો નથી.
૧૯૮૭ થી છઠ્ઠા પગારપંચ સુધી વિસંગતતા રહેલી છે. તાજેતરમાં રાજય સરકારે પોલીસ કર્મચારીઓને આપેલાં લાભો તથા ભથ્થાઓમાં જેલ કર્મચારીઓ કે અધિકારીઓનો ઉલ્લેખ કર્યો નથી. વિસંગતતાઓ તેમજ પડતર માગોના સંદર્ભમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ સાથે ભરૂચમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર બાદ પણ જો માંગ નહિ સ્વીકારાય તો જેલ કર્મીઓ માસ સીએલ પર ઉતરી જશે.

IMG-20220928-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *