અમદાવાદ
ભારતીય જનતા પાર્ટીના લુણાવાડાના પદાધિકારીઓની દારૂની મહેફિલના વીડીયો અને ફોટો વાઇરલ થયા છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વારંવાર કહી ચૂક્યા છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે વીડિયો અને ફોટા વાઇરલ થયા છે તેના ઉપરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધીના કાયદાની અમલવારી થતી નથી. ભાજપે ગુજરાતના બેરોજગાર યુવાનોને નશામાં ધકેલવાનું નક્કી કર્યું છે. જાે ભાજપમાં થોડી પણ શરમ હોય તો દારૂબંધીનો કાયદો કાગળ ઉપરથી હકીકતમાં ઉતારી અને તેની અમલવારી કરાવે.ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. જાે કે, નવાઈની વાત એ છે કે, આ વીડિયોમાં શાસક પક્ષ ભાજપના જ કેટલાક નેતાઓ દારૂની પાર્ટી કરતા હોય તેવો આરોપ લાગ્યો છે. મહિસાગર જિલ્લામાં દારૂ પાર્ટીનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા. જાેકે આ વિડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અગે કોઈ પુષ્ટિ થઈ નથી. વિડિયો સાથે ભાજપના ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારોના ફોટા વાયરલ થતા રાજકીય કાવાદાવા હોવાની વાતે જાેર પકડ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. દારૂપાર્ટીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વાયરલ વિડિયો અગે ટ્ઠહ્વॅ અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી.


