Gujarat

ભાવનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગાનો શણગાર

ભાવનગર
શ્રાવણ માસમાં ભાવિકો માટે દરરોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ૧૯૮૮ની સાલથી શ્રાવણ માસમાં સોમવારે બાબા અમરનાથની પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવે છે, ખાસ તો વૃદ્ધા કે અશક્ત લોકો જેઓ અમરનાથ નથી જઈ શકતા તેવા લોકો માટે આયોજન કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના પર્વ પર છેલ્લા નવ વર્ષથી શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. સાથો સાથ મોક્ષ ધામની પ્રવૃત્તિ અર્થેનું સંકુલ પણ ચલાવે છે, મહિલા સત્સંગ મંડળ પણ ચાલે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે પણ આ ટ્રસ્ટ જાેડાયેલું છે આમ સતત સેવાકીય પ્રવૃત્તિ કરતું આ ટ્રસ્ટ છે.દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાવનગર શહેરમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણના ત્રીજા સોમવારે મંદિરને કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગા સાથે શણગાર કરવામાં આવ્યો છે. સાથે આજે શ્રાવણના ત્રીજા સોમવાર અમરનાથની ઝાંખી કરાવતું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. આમ, મંદિર દેશભક્તિના રંગે રગાયું છે ભાવનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અમરનાથની ઝાંખી કરાવતું બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. ખાસ કરીને શારીરિક રીતે અશક્ત અમરનાથ સુધી નહી પહોંચી શકનાર વૃદ્ધો માટે ખાસ દર શ્રાવણ માસમાં એકવાર અમરનાથની ઝાંખી કરાવતી પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવે છે. અમરનાથ બાબના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી હતી. ભગવાનેશ્વર મહાદેવ મંદિરના પૂજારીઓ ગીરીબાપુ અને પીન્ટુબાપુ દ્વારા ૬ થી ૭ કલાકની મહેનત બાદ બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, સોમવારના રોજ દાદાને અમરનાથની ઝાંખી કરાવતા દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં શિવાલય આવેલું છે. જે શિવ વિહાર ટ્રસ્ટની સ્થાપના સ્વ.ભગવતસિંહજી રાણાએ કરી હતી, જ્યાં ત્રણ મંદિરો આવેલા છે જેમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના ૧૯૭૧માં સંતશ્રી બજરંગદાસ બાપાના વરદ હસ્તે કરવામાં આવી હતી. ૧૯૮૩માં અંબાજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ ૧૯૯૪ની સાલમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના ૪ વર્ષ અગાઉથી એટલે કે ૧૯૯૧ની સાલથી ભગવાનેશ્વર મંદિરેથી રથયાત્રા નીકળે છે.

File-02-Photo-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *