ભાવનગર
ભાવનગર એલસીબીએથી મળતી માહિતી મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ચાલવા નીકળતા માણસો ફોન પર વાત કરતા હોય તે દરમિયાન એક શખ્સ મોટર સાઈકલ પર આવી ફોન આંચકી લેતો હતો. જે ઘટનાની જાણ ભાવનગર એલસીબીને કરાતા એલસીબીની ટીમે બાતમીના આધારે શહેરના કાળીયાબીડ, કેપીએસ સ્કુલવાળા ખાંચા પાસેથી મોટર સાયકલ સાથે જયેન્દ્દસિંહ ઉર્ફે ભયલુ મહેન્દ્દસિંહ સીંધા ઉ.વ.૨૦ને મોબાઇલ ફોન નંગ-૫ સાથે ઝડપી લીધો હતો. પોલીસે શખ્સ પાસેથી મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૫૦ હજાર તથા મોટર સાયકલ કિ.રૂ. ૫૦ હજાર સહિત કુલ રૂ. ૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઝડપાયેલા શખ્સ પાસેથી જાણવા મળ્યું કે, તેણે છેલ્લાં બે મહિનાની અંદર ભાવનગર શહેરમાં સંસ્કાર મંડળની પાછળની ગલીમાંથી, વિદ્યાનગરમાં ચિતરંજન ચોકમાંથી, મીણબતી સર્કલમાંથી, ગાયત્રીનગર વગેરે વિસ્તારમાંથી ચાલતાં-ચાલતાં મોબાઇલ ફોનમાં વાત કરવાવાળા લોકો પાસેથી મોબાઈલ આંચકીને નાસી છૂટતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.ભાવનગર શહેર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી સાંજનાં સમયે ચાલવા નીકળેલા લોકો મોબાઇલ ફોનમાં વાત કરતાં હોય ત્યારે મોટરસાયકલ ઉપર આવી મોબાઇલ ફોન આંચકી ચીલ ઝડપની ઘટનાઓ સતત બની રહી હતી. જેને લઈ ભાવનગર એલસીબીને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી એલસીબીએ કળિયાબીડ પાસેથી એક શખ્સને ઝડપી લીધો હતો.


