Gujarat

ભીમસંઘ દ્વારા બોડેલીમાં ઉગ્ર આંદોલન ની ચીમકી..

બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમા બોડેલી સેવાસદન માં સ્થાપિત થાય તે હેતુસર ભીમસંઘ તથા બહુજન સમાજના આગેવાનો દ્વારા કલેકટર શ્રી છોટાઉદેપુર તથા બોડેલી પ્રાંત સાહેબ શ્રી ને લગભગ છેલ્લા 2 વર્ષથી બાબાસાહેબ ની પ્રતિમા ની સ્થાપના માટે યોગ્ય જગ્યા ફાળવવા બાબતે રજૂઆતો કરવા છતાં શાશન અને પ્રશાસન દ્વારા આજસુધી બાય બાય ચારણી જેવા જવાબો મળેલ હોય
સદર બાબત ને લઈને ભીમસંઘ દ્વારા ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે આજરોજ નિવાસી કલેકટરશ્રી છોટાઉદેપુર સાથે મિટિંગ માં રજૂઆત કરતા ભીમસંઘ નાં સભ્યો દ્વારા જણાવેલ કે જો આગામી 7 દિવસ માં જગ્યા ફાળવવામાં નહિ આવે તો બોડેલીમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.
       આ બાબતે ભીમ સંઘ દ્વારા વારંવાર શાસન તથા પ્રશાસન ને રજૂઆતો કરતાં કરતાં લગભગ બે વર્ષ પૂરા થવા આવેલ હોવા છતાં આજદિન સુધી કોઈ ચોક્કસ સ્થળ ફાળવવા માં આવેલ નથી તો , આપને વિનંતી કે આજ થી દિન 7 માં અમોને કોઈ ચોક્કસ યોગ્ય જગ્યા ફાળવી બાબાસાહેબ ની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરી આપશોજી , નહીં તો અમોએ ના છૂટકે ગાંધી ચીંધયા માર્ગે આંદોલન નો માર્ગ આપનાવવો પડશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન ની રહેશે તેમ જણાવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area

IMG-20220914-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *