મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ચાલુ વર્ષે દિલ્હી ખાતે યોજાય થલ સૈનિક કેમ્પ (ટી.એસ.સી) માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહેમદાવાદ ના વિધાર્થીઓ અને ૨૮ બટાલિયન ના એન.સી.સી કેન્ડેટ્સ મહેશ કુમાર પૂજાભાઈ ચૌહાણ કે જેઓ બાવરા ગામના વતની છે અને ખેડૂત પુત્ર છે.તેઓ ગુજરાત ડાયરેક્ટર માટે પસંદગી પામ્યા અને દિલ્હી ખાતે યોજાયેલ થલ સૈનિક કેમ્પ (ટી.એસ.સી) માં દિલ્હી કેંટોનમેન્ટ ખાતે ભાગ લીધો.આમ ખેડૂત ના દીકરા એ કોલેજ તથા સમગ્ર મહેમદાવાદ તાલુકા સાથે બાવરા ગામનું પણ ગૌરવ વધારેલ છે.જ્યારે સમગ્ર પસંદગી પ્રક્રિયા દરમિયાન લેફ્ટનન્ટ સંજય પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
