મહેસાણા
મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મારા મારી થઈ હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ધોકો મારતા ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં રહેતા દેવીપૂજક કોદાર ભાઈની પુત્રવધુ અને પડોસમાં રહેતા શંકરભાઈના પરિવાર વચ્ચે કચરો નાખવા મામલે બોલાચાલી થઈ હતી. જે મામલે ફરિયાદી કોદાર ભાઈ વચ્ચે પડતા પડોશમાં રહેતા શંકરભાઈ ઉશ્કેરઇ જઇ ફરિયાદી પર ધોકા વડે તૂટી પડ્યા હતા. માથામાં ધોકો મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે લોકો એકઠા થઈ જતા ઇજા પામેલા ફરિયાદીને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા. તેમજ હુમલો કરનાર શંકરભાઈ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


