મહેસાણા
મહેસાણા નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યવસાય વેરો ભરપાઈ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે. ત્યારે નગરપાલિકા દ્વારા પ્રથમ વખત ૧૭,૪૪૬ કરદાતાઓને તેમના રૂ ૨,૮૦,૭૪,૮૪૭ ના વ્યવસાય વેરાના બાકી બિલ મોકલી આપ્યા છે. મહેસાણા પાલિકાએ પ્રથમ વખત વ્યવસાય વેરાના કરદાતાઓને બિલ ઘરે બેઠા મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. તેના ભાગરૂપે ૧૭,૪૪૬ કરદાતાઓને ૨.૮૦ કરોડના વ્યવસાય વેરાના બાકી બિલો કુરિયર મારફતે મોકલી આપવામાં આવ્યા છે. વેરો ભરવાની તારીખ ૩૦ સપ્ટેમ્બર હોય અને ત્યારબાદ દર મહિને દોઢ ટકા વ્યાજનું ભારણ કરદાતાઓ પર લાગુ પડતું હોવાથી જુલાઈ પૂરો થાય તે પહેલા તમામ માગણા બિલો કરદાતાઓને મળી જાય તેવી સુવિધા અમલી કરાઈ છે. આ ઉપરાંત ૬૦૦૦થી વધુ કરદાતાઓ પાસેથી જુના રૂ ૭ કરોડ ૮૧ લાખ ૪૫ હજાર રૂપિયા બાકી છે. તેની વસૂલાત સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે.મહેસાણામાં ૬૦૦૦ થી વધુ કરદાતાઓ પાસેથી જુના ૬.૮૧ કરોડ વ્યવસાય વેરો વસૂલવાનો બાકી છે. તેમજ ૧૭,૪૪૬ કરદાતાઓને રૂ ૨.૮૦ કરોડના વ્યવસાય વેરાના બિલ મોકલવામાં આવ્યા છે. નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યવસાય વેરો ભરપાઈ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે.
