Gujarat

આણંદના વેપારીને એક્સપોર્ટ કંપનીના માલિકે ૧૬.૭૪ લાખની છેતરપિંડી આચરી

આણંદ
આણંદના તક્ષશીલા ફ્લેટમાં રહેતા દિનેશભાઈ અંબાલાલ પટેલનો પુત્ર સ્વીડનમાં ઇન્ડીયન ફુડ ગ્રોસરીનો વેપાર કરે છે. દરમિયાન તે વિદ્યાનગર ખાતે આવેલા ભોલેનાથ એક્સપોર્ટના માલિક તક્ષતસિંહના પરિચયમાં આવ્યો હતો અને તેણે ભોલેનાથ એક્સપોર્ટના નામે દેશ – વિદેશમાં માલ ઇમ્પોર્ટ કરવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આથી, દિનેશભાઈને ગ્રોસરીનો માલ સ્વીડન ખાતે મોકલવાનો હોવાથી તેઓએ ગ્રોસરીના માલ માટે તેના એકાઉન્ટમાં એડવાન્સ પેટે રૂ.૧૬,૭૪,૧૨૦ની રકમ જમા કરાવી હતી. જાેકે, તક્ષતસિંહે ગ્રોસરીનો માલ મોકલ્યો નહતો. આથી, દિનેશભાઈએ અવાર નવાર ઉઘરાણી કરતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે દિનેશભાઈ પટેલની ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસે ભોલેનાથ એક્સપોર્ટના માલિક તક્ષતસિંહ સામે ગુનો નોંધ્યો હતો.વિદ્યાનગરમાં રહેતા શખસે સ્વીડનમાં માલ મોકલવા માટે એડવાન્સ રૂ.૧૬.૭૪ લાખ લીધા હતા. બાદમાં માલ ન મોકલી મુળ આણંદના અને હાલ સ્વીડનમાં રહેતા વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે સ્વીડનના વેપારીના પિતાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *