Gujarat

મહેસાણા બાયપાસે થયેલા અકસ્માતમાં CISF કોન્સ્ટેબલ અને પુત્રને ઇજા, પત્નીનું મોત

મહેસાણા
મહેસાણાના સીઆઇએસએફ જવાન તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇ બાઇક પર ડીમાર્ટ જતા હતા, ત્યારે હેડુવા રાજગર પાસે બાયપાસ પર સામેથી આવતાં ટ્રેક્ટરચાલકે ટક્કર મારતાં ત્રણેય જણાં નીચે પટકાયાં હતાં. જેમાં જવાનની પત્નીનું મોત થયું હતું. અન્ય બેને ઇજા થઇ હતી. મહેસાણા પાલાવાસણાના સીઆઇએસએફ કેમ્પમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહારાષ્ટ્રના સતારા જિલ્લાના જાવલી તાલુકાના મેઢ ગામના પ્રશાંત શિવાજી પવાર શનિવારે બપોરે બે વાગે પત્ની પ્રિયા અને ત્રણ વર્ષીય દીકરા દેવાંશને બાઇક (એમએચ ૦૩ ડીડી ૨૪૯૯)માં લઇ મહેસાણા કેમ્પથી પાંચોટ સર્કલ ડી માર્ટમાં ઘરનો સામાન લેવા નીકળ્યા હતા. તેઓ મહેસાણા બાયપાસ રાજગર (હેડુવા) બજરંગ મોટર્સની સામે બાપા સીતારામ રેસ્ટોરન્ટ નાસ્તા હાઉસ પાસે પહોંચતાં સામેથી આવતા ટ્રેક્ટરે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સાથે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જેમાં પ્રિયાબેનને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત થયું હતું. જ્યારે પ્રશાંતભાઇને પીઠ અને થાપામાં અને દીકરા દેવાંશને ખભા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. બંનેને ૧૦૮માં મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે એપોલો હોસ્પિટલ ગાંધીનગર રીફર કરાયા હતા. જ્યાં ત્રણ વર્ષીય દેવાંશને ઓપરેશન બાદ આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યારે પ્રશાંતભાઇ પવાર સ્વસ્થ થતાં તેમણે અકસ્માતના આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *