વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળના બગસરા ગામે વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં બગસરા તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા. ગુજરાતના 20 વર્ષના વિકાસની ગાથા રજુ કરતી ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સોમતભાઈ વાસણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. વૃક્ષારોપણ, પોષણયુક્ત આહારનું વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
આ કાર્યક્રમમાં મામલતદાર સહિતના તાલુકાના અધિકારીઓ અને સરપંચ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
