સમર્થ લોકસંત બ્રહ્મલીન પૂજ્ય રઘુવીરદાસજી ગુરુ રામચરણ દાસજી સ્થાપિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર ખાતે પરશુરામ ધૂન મંડળ માણાવદર દ્વારા માણાવદર નગરમાં ધૂન મંડળ ને તન મન થી સાથ સહકાર આપતા 40 મહાનુભાવો રત્નોને સન્માનીત કરવામાં આવ્યા.જાણીતા લોકગાયક અને પરશુરામ ધૂન મંડળ માણાવદરના સ્થાપક અને પ્રમુખ શરદભાઈ રાવલ અતિ ઉતમ રીતે 21 વર્ષથી ધૂન મંડળનું જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વિના માનવ સેવા અને ધર્મ સેવાનું કામ કરે છે. શરદભાઈ રાવલ ને ઉતમ વિચાર આવ્યો કે વિવિધ રત્નોને સન્માનીત કરીએ.પરશુરામ ધૂન મંડળ ના સાથી સભ્યો એ સુંદર આયોજન મહાદેવ મંદિર માણાવદર ખાતે કર્યું હતું.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


