Gujarat

માય શાનેન સ્કૂલ બોડેલી ખાતે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

આજ રોજ ૫ સપ્ટેમ્બર ૨૦૨૨ એટલે કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લી નો જન્મદિવસ જેને આપને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ   છીએ. જે.સી.ટી ગ્રૂપ સંચાલિત માય શાનેન સ્કૂલ બોડેલી શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને તેમના સાથી વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપ્યું હતું. આજના તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ સારી તૈયારી  કરીને ખૂબ જ આકર્ષક અને સરળ રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. ખૂબજ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસ માં ભાગ લીધો હતો.શાળા દ્વારા આવા તમામ શિક્ષકો અને સ્ટાફને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં શાળાના ટ્રસ્ટી ગણ,હેડ, બંનેના બંને માધ્યમના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા. આજ રોજ શાળાના તમામ શિક્ષકો ને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220906-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *