Gujarat

મે અગાઉ પણ એસી આપ્યા હતા હજુ નવા આપવાની તૈયારી ઃ મોહન કુંડારીયા

રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨ દિવસ પહેલા આઈસીયુ વોર્ડના એક રૂમનું એસી બંધ થવાની ઘટના બની છે. જેના પગલે સારવાર લઈ રહેલા હાર્ટ એટેકના દર્દીને ગભરામણ થવા લાગી હતી. આ મુદ્દે સાંસદ મોહન કુંડારીયાએ પત્રકાર પરિષદ યોજી મીડિયાને જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ એસી આપ્યા હતા અને હજુ નવા એસી આપવાની મારી તૈયારી છે. હજુ એસી બંધ હશે તો તાત્કાલિક અસરથી રીપેર કરવામાં આવશે ૨ દિવસ પહેલા ભાનુભાઈ નામના પ્રૌઢને સિવિલમાં દાખલ કરાયા હતા તેમને હાર્ટએટેક હોવાનું નિદાન થતા તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરાયા હતા પણ તે વિભાગનું એસી જ બંધ હતું.એક તરફ હાર્ટએટેકની તકલીફ અને બીજી બાજુ ગરમી હતી. સૂઈને આરામ કરવાનું ફરજિયાત હોવા છતાં દર્દીને શર્ટ કાઢીને બેડ પર બેસવું પડ્યું હતું અને તબિયત બગડતી જતી હતી આખરે બપોર કોઇપણ રીતે પસાર ન થતા તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *