Gujarat

દાંડીમાં વાહન ચેકિંગ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

વલસાડ
વલસાડ તાલુકાના ડુંગરી પોલીસની ટીમે પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ અલગ અલગ વિસ્તારોમાં હાથ ધર્યું હતું. તે દરમિયાન ડુંગરી પોલીસ હદ વિસ્તારમાં દાંડી ગામમાં આવેલા રામજી મંદિર પાસે મુખ્ય રોડ ઉપર પોલીસ જવાનોએ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દરિયાકિનારા તરફથી આવતી કાર નંબર જીજે ૧૫ કે ૪૩૨ના ચાલકે પોલીસનું વાહન ચેકિંગ જાેઈને વાહન ચેકીંગ કરતા પોલીસ જવાનોથી થોડે દૂર પોતાની કાર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસ જવાનોને કાર ચાલક ઉપર શંકા ગઈ હતી. જેથી પોલીસ જવાનો કાર પાસે દોડી આવી કાર ચાલકનો પીછો કરવા છતાં કાર ચાલક હાથ લાગ્યો ન હતો. ડુંગરી પોલીસની ટીમે કારમાં ચેક કરતાં કારમાંથી ૩૦૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડુંગરી પોલીસ ટીમે ૩૦૦ બોટલ દારૂનો જથ્થો અને કાર કબજે લઇ કાર ચાલક વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ દાંડી ગામમાં રામજી મંદિર પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. ડુંગરી પોલીસનું વાહન ચેકીંગ જાેઈને એક કારનો ચાલક કાર મૂકી ભાગ્યો હતો. ડુંગરી પોલીસે કારમાં ચેક કરતા કારમાંથી ૩૦૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડુંગરી પોલીસ મથકે કાર અને દારૂનો જથ્થો કબ્જે લઈ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

300-bottles-of-liquor-were-seized-from-the-car.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *