અરવલ્લી
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કાર ચાલક કારમાં પોતાના પરિવારને બેસાડી જતો હોય છે, એવામાં એક ટ્રકના યુવાન ડ્રાઈવરે કારને જાેરદાર ટક્કર મારતા કાર ફંગોળાઈ હતી અને એક તરફનો દરવાજાે દબાઈ ગયો હતો. જાેકે સદ નસીબે કારમાં સવાર ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ટ્રક ચાલકને રોકી અન્ય વાહન ચાલકો દ્વારા મેથીપાક ચખાડતો વીડિયો સોશીયલ મીડિયામાં વાઈરલ થયો છે. કાર ચાલક પણ રડતા રડતા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યો છે.હાઇવે રોડ પર શિખાઉ ટ્રક ચાલકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે, જેના કારણે અન્ય નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લેવાઈ જતો હોય છે, ત્યારે આવા ટ્રક ચાલકોને મેથીપાક ચાખડતી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


