રાજકોટ
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ૩૭૮ કેસ અને ગ્રામ્યમાં ૮૯ સહિત ૪૬૭ કેસ આવ્યા હતા. શનિવારે આ આંક ૫૮૭ પર હતો તેથી ૧૨૦ જેટલા કેસનો ઘટાડો આવ્યો છે. બીજી તરફ શહેરમાં ૧૯૫ અને ગ્રામ્યમાં ૯૦ સહિત કુલ ૨૮૫ દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.. ગઈકાલે એક જ દિવસમાં ૨૮૫ દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા હજુ પણ શહેરમાં ૨૪૨૯ અને ગ્રામ્યમાં ૬૧૪ એક્ટિવ કેસ છે. ગોંડલ શહેર તાલુકાની જીવાદોરી સમાન આ હોસ્પિટલમાં પહેલેથી જ સ્ટાફની ઘટ છે, ઉપરાંત એસઆરપી કેમ્પસ ખાતે ચાલી રહેલા ભરતીમેળામાં પણ બાર જેટલો હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ રોકાયેલો રહેતો હોય દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ અંગે ગોંડલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. વાણવીએ જણાવ્યું હતું કે, દર્દીઓને સારવાર આપવામાં કોઈ ઘટ થઇ રહી નથી પરંતુ જાે હજુ વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાય તો વધુ સ્ટાફ મેળવવા માટે ઉચ્ચ કક્ષાએ માંગ કરવાની જરૂર પડશે.રાજકોટમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. આજે યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પરત આવેલા ભાજપના નેતા અને પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. ગોંડલ શહેર પંથક ઉપરાંત તાલુકાના ૮૪ ગામો માટે જીવાદોરી સમાન સરકારી હોસ્પિટલમાં પહેલેથી જ સ્ટાફની ઘટ છે, ત્યારે પાંચ જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલની હાલત દુષ્કાળમાં અધિક માસ જેવી થવા પામી છે.
