ગાંધીનગર
ગાંધીનગરના વાવોલ ખાતે ભાડાના મકાનમાં પત્ની અને બે નાની દિકરીઓ સાથે રહેતાં યુવકને બે વર્ષથી યુવતી સાથે મિત્રતા કેળવવી ભારે પડી ગઈ છે. આજથી બે વર્ષ અગાઉ પોતાના મિત્રની એસયુવી કારને સર્વિસ-રિપેરીંગ કરાવવા માટે યુવક અમદાવાદ સોલા કંપનીના શો રૂમ જવાનું થતું હતું. એ વખતે શોરૂમમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી અમિતા નામની યુવતી સાથે યુવકની ઓળખાણ થઈ હતી. જ્યારે આ યુવતી યુવકના અન્ય એક મિત્રની ઓફિસે સોલા ખાતે આવતી રહેતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જેથી બન્નેએ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી. આમ બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. ત્યારે દોઢ વર્ષ અગાઉ અમિતાએ ફોન કરીને કહેલું કે, તેણે શોરૂમની નોકરી છોડી દઈ આઈઆઈએફએલ ઈન્સ્યોરન્સ કંપનીમાં જાેબ શરૂ કરી દીધી છે. જેમાં ગૉલ્ડ લોન, મેડિકલ વીમો જેવી વિવિધ કામગીરી કરવાની રહેતી હોય છે. બાદમાં આઠેક મહિના અગાઉ અમિતાએ મેડિકલ વીમા પોલીસીનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ફેમિલીનો વીમો લેવા માટે યુવકને કહ્યું હતું. આથી યુવકે પણ પોતાની મિત્રતા નિભાવવા માટે અમિતા પાસેથી ફેમિલીનો મેડિકલ વીમો લીધો હતો. જાેકે, તે સમયે યુવક પાસે પૈસા નહીં હોવાથી અમિતાએ રૂ. ૨૫૯૫૧ ભરપાઈ કરી દીધા હતા અને તા. ૧૪/૧૨/૨૦૨૧થી તા. ૨૮/૪/૨૦૨૨ સુધીમાં ટુકડે ટુકડે અમિતાને ૨૦ હજાર યુવકે આપી દીધા હતા. પણ બીજા પૈસાની વ્યવસ્થા નહીં હોવાથી રૂ. ૫૯૫૧ બાકી રહ્યા હતા. પૈસાની ઉઘરાણી માટે અમિતા વારંવાર ફોન કર્યા કરતી હોવાથી યુવકે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારે ૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ યુવક ઘરે હાજર હતો નહીં. એ વખતે બાકી ઉઘરાણી અમિતા તેના ઘરે પહોંચી જઈ યુવકની પત્ની સાથે ઉઘરાણી કરવા લાગી હતી. આ વાતની પત્નીએ મોબાઇલથી જાણ કરતાં યુવકે હાલમાં પૈસા નથી જણાવીને અમિતાને રાત સુધી ઘરે રોકાઈ જવાનું કહી પૈસા આપી દેવાની વાત કરી હતી. જેથી અમિતાએ એકદમ ઉશ્કેરાઈ જઈને જેમતેમ વાણી વિલાસ કરી ફોન કાપી નાખ્યો હતો. અમિતાનો ફોટો પાડીને મને મોકલી આપી પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી દે. આ સાંભળીને ગિન્નાયેલી અમિતાએ યુવકની પત્નીના હાથમાંથી મોબાઇલ ઝુંટવી જતી રહી હતી. વળી ત્યાંથી નીકળીને મોબાઇલનું સીમકાર્ડ યુવકનાં મકાન માલિકની દીકરીને આપી ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ હતી. આ મોબાઈલના ફલિપ કવરમાં ૪૫૦૦ રોકડા રૂપિયા પણ હતા. આ અંગે યુવકે પ્રીમિયમની રકમ ચૂકવી દેવાની અમિતાને વાત કરી પોતાની પત્નીનો મોબાઇલ પરત આપી જવા માટે કહ્યું હતું, પણ અમિતાએ આજદિન સુધી કોઈ દરકાર કરી ન હતી. જેનાં કારણે ઘરમાં ઝઘડા થવાની સ્થિતિની નિર્માણ થતા આખરે યુવકે મોબાઇલ – રૂપિયા પરત મેળવવા માટે ફરિયાદ આપતાં સેકટર – ૭ પોલીસ મથકનાં પીએસઆઇ એમ બી સિંધવે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના વાવોલમાં રહેતાં યુવકને આઈઆઈએફએલ ઈન્સ્યોરન્સ કંપનીની યુવતી સાથે મિત્રતા કેળવવી મોંઘી પડી ગઈ છે. મિત્રતાના નાતે કંપનીનો વીમા પોલીસીનો ટાર્ગેટ પુરો કરાવવા માટે યુવકે વીમા પોલીસી લીધી હતી. જાેકે, બાકી પ્રિમિયમની રકમની ઉઘરાણી કરવાં માટે યુવતી યુવકનાં ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં યુવકની ગેરહાજરીમાં તેની પત્ની સાથે જેમતેમ ભાષામાં વાણી વિલાસ કરીને મોબાઇલ અને રૂપિયા ઝૂંટવીને ગાડીમાં બેસીને નાસી ગઈ હતી. જેનાં કારણે ઘરમાં ઝઘડા થવાની સ્થિતિની નિર્માણ થતા આખરે યુવકે મોબાઇલ-રૂપિયા પરત મેળવવા માટે સેકટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.


