Gujarat

રાજકોટની કૌશલ્ય વિકાસ યોજનાને એવોર્ડ ઓફ એક્સલન્સ મળ્યો

રાજકોટ
સૌરાષ્ટ્ર વિસ્તારના આર્થિક હબની તેની કૌશલ્ય વિકાસ યોજના માટે પ્રશંસા કરવામાં આવી છે, જેમાં ન્ય્મ્‌ઊ સમુદાયના લોકો અને સ્જીસ્ઈ ક્ષેત્રમાં કામ કરતા લોકોને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ૨૦૨૦-૨૧માં દેશભરના ૭૦૦ જિલ્લાઓએ કેન્દ્ર સરકારને કૌશલ્ય વિકાસ યોજનાઓ સબમિટ કરી હતી. રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી ૭૦૦માંથી કુલ પાંચ જિલ્લાઓને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. રાજકોટ પાંચ પૈકીનું એક છે. મેં ન્ય્મ્‌ઊ સમુદાય અને સ્જીસ્ઈ સેક્ટરને વિવિધ પ્રકારની તાલીમ આપવા માટે અમારી કૌશલ્ય વિકાસ યોજનાઓનું પ્રેઝન્ટેશન સબમિટ કર્યું હતું, જેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનું કૌશલ્ય અને સાહસિકતા મંત્રાલય જિલ્લાઓની શ્રેષ્ઠ કૌશલ્ય વિકાસ યોજના માટે આ પુરસ્કાર આપે છે. સીમાંત અને તૃતીય લિંગ સમુદાયના સમાવેશ અને કૌશલ્ય વિકાસની રાજકોટની પહેલની દેશમાં વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી અને ૈંૈંસ્ બેંગ્લોરના વર્ગખંડોમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. બી-સ્કૂલે એલજીબીટી સમુદાયના સભ્યોને આજીવિકા પૂરી પાડવા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફળતાની સ્ટોરી અને પ્રયત્નોની પ્રશંસા કરતો લેખ પ્રકાશિત કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન, ત્રીજા લિંગ સમુદાયની આવક અને આજીવિકા પર પ્રતિકૂળ અસર થઈ હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલજીબીટી સમુદાયના સભ્યો સાથે વાતચીતનો રાઉન્ડ હાથ ધર્યો હતો અને તેમના સંઘર્ષને સમજ્યો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને માહિતી ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તેઓ કુશળ શ્રમિક તરીકે કામ કરી શકે અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.દેશના ૭૦૦ માંથી રાજકોટ એવા પાંચ જિલ્લાઓમાં શામેલ છે, જેને તેની કૌશલ્ય વિકાસ યોજના માટે ‘એવોર્ડ ઓફ એક્સલન્સ’ આપવામાં આવે છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલો એવોર્ડ ગુરુવારના રોજ નવી દિલ્હીમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુને અર્પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *