Gujarat

રાજકોટમાં પતિના ત્રાસનો ઘટના સામે આવી, જ્યાં સગર્ભા પત્નીને ઢસડીને ઢોર મા૨માર્યા

રાજકોટ
રાજકોટ શહેરમાં પતિના ત્રાસનો ઘટના સામે આવી છે. જ્યાં સગર્ભા પત્નીને ઢસડીને ઢોર મા૨માર્યા બાદ તેનું ગળું દબાવી પતિએ ‘પાછી આવી તો મારી નાખીશ’ કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ મામલે પરિણીતાએ તેમના પતિ કેતન કમલેશભાઇ દોશી, સસરા કમલેશભાઇ, સાસુ હર્ષાબેન અને રાજકોટના સિલ્વર હાઈટ્‌સમાં રહેતા કાકાજી સસરા મુકેશ ચંકાંતભાઈ દોશી વિરુધ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ત્રણ સંતાન છે તેમના લગ્ન ૧૪ વર્ષ પહેલા કેતન દોશી સાથે થયા હતા. હાલ પતિથી ૮ મહિનાની અલગ ૨હે છે પતિને પરસ્ત્રી સાથે સંબંધ હતા જેની જાણ પરિણીતાને થઈ જતાં તે બાબતે પતિ અને સાસુને વાત ક૨તા સાસુ કહેતા કે આજકાલ બધા પુરૂષો આવા જ હોય છે. સસરા પણ ગાળો બોલી ત્રાસ આપતા હતા. તેમજ સસરા કમલેશભાઈ કહેતા કે કેતન સુધરી જશે હવે પછી આવુ નહીં કરે જેથી પરિણીતા તેમના બાળકોને ભવિષ્ય ન બગડે તે માટે બધુ સહન ક૨તા હતા. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, પતિએ થોડા સમય બાદ ફરી અન્ય સ્ત્રીઓ સાથે વાતો ક૨વાનું ચાલુ કરી દીધુ હતું. આ બાબતે પરિણીતાના ભાઈ અને તેમના પિતાએ જમાઈને સમજાવવા આવ્યા હતા ત્યારે પતિએ ‘હવે પછી આવું નહીં થાય’ તેવું કહ્યું હતું. ત્યા૨બાદ પરિણીતા પ્રેગ્નેન્ટ ત્યારે પતિ સંબધ બાંધવા બાબતે માનસિક ટોર્ચ૨ કરતો હતો. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, જયારે સાસુ-સસરાને આ વાત કરી ત્યારે તેઓ પણ કેતનને સપોર્ટ ક૨તા હતા તેમજ પતિ પરિણીતા પર રોષે ભરાયો હતો અને પરિણીતાને ઢસડીને મા૨માર્યો હતો તેમજ ગળુ પકડી ઈજા પણ કરી હતી. ત્યા૨બાદ ગઈ તા.૧૦/૩ ના રોજ પતિએ ઘ૨ની બહા૨ ધકકો મારીને કાઢી મુકી હતી અને પાંચેક મહિના પહેલા પતિએ ધમકી આપી હતી કે ‘જાે તું પાછી નહીં આવ તો તને મારી નાખીશ’ ત્યા૨બાદ પરિણીતાના કાકાની નજ૨ સામે જ પિય૨માં આવી પતિએ બેફામા મા૨માર્યો હતો. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે,સાસરિયાઓ સાથે સાતથી આઠ વખત સમાધાનના પ્રયાસ ર્ક્‌યા છતા પતિ કે સાસરિયાઓ સુધ૨તા ન હતા. ત્યા૨બાદ પોતે માવતરે આવી ગઈ ત્યારે સોનાના દાગીના સાસરિયા વાળાઓ પાસે હોય જે મામલે પતિએ આક્ષેપ ર્ક્‌યો હતો કે ‘સોનાના દાગીના તું ચોરી કરીને લઈ ગયેલ છે.’ તેમજ પતિ અવા૨નવા૨ ચારિત્ર્ય અંગે શંકા કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાથી ના છુટકે પોલીસમાં ફરિયાદ કરી હતી.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *