Gujarat

રાજકોટ પોલીસે યુવકનો વિડીયો અને ખંડણી કેસમાં ૪ની ધરપકડ કરી

રાજકોટ

રાજકોટના ૨૧ વર્ષીય કોલેજ સ્ટુડન્ટને ચાર લોકોએ કથિત રીતે અત્યાચાર ગુજાર્યો હતો અને તેને નગ્ન કરીને તેનો વીડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ બે દિવસ પહેલા પોતાના ફોનમાં ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરી હતી અને તેને એક વ્યક્તિનો મેસેજ મળ્યો હતો. તે વ્યક્તિએ તેને રવિવારની બપોરે કેકેવી ચોકમાં મળવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થી સંમત થયા પછી, તેઓ મળ્યા અને આરોપીએ તેને તેના રૂમમાં સાથે આવવા જણાવ્યું હતું. તેઓ નાણાવટી ચોક પાસેના રૂમમાં ગયા, ત્યારે ત્યાં પહેલાથી જ ત્રણ લોકો હાજર હતા. તેઓએ તેની પાસેથી તેનો મોબાઈલ, રોકડ અને બાઇકની ચાવીઓ છીનવીને લઈ ગયા હતા. યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, જે બાદ ચારેય આરોપીએ વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો અને તેને કહેવા માટે દબાણ કર્યું કે, તેણે આ એપનો ઉપયોગ કરીને નાના છોકરાઓ સાથે સંબંધ રાખ્યો છે અને તે ફરી ક્યારેય આવા કૃત્યો કરશે નહીં. યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેના પરિવારને બોલાવીને ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે પરિજનોએ જણાવ્યું કે, તેમની પાસે આટલા પૈસા નથી, ત્યારે ચારેય આરોપીઓએ વિદ્યાર્થીને છોડી દીધો. જાેકે, તેઓએ ફરીથી ફોન કરીને ૨૦,૦૦૦ રૂપિયા માંગ્યા હતા. પોલીસે આફ્રિદ કાદરી, અમન કાદરી, સોહિલ કાદરી અને ભાર્ગવ ડાભી તરીકે ઓળખાતા ચાર લોકોની ધરપકડ કરી હતી અને તેમની સામે ખંડણી અને ગેરકાયદેસર કેદનો કેસ દાખલ કર્યો હતો.

file-02-page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *