Gujarat

રાજુલા તાલુકાના ભચાદર ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો  વિદાય સમારોહ યોજાયો.

આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામમાં ધોરણ ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો તેમાં શ્રી  ભચાદર પ્રાથમિક શાળાના ધોરણ ૬,૭,૮,બાળકો અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ભચાદર પ્રાથમિક શાળાના તમામ બાળકો અને શિક્ષકો ઉત્સાહ ભેર સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં ધોરણ ૮ ના બાળકો દ્વારા શાળામાં પાણીના જગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. અને શાળાના શિક્ષકો તરફ થી બાળકોને  પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. તે ઉપરાંત ગામના સરપંચ શ્રી તખુભાઇ ધાખડા તરફથી બાળકોને અભ્યાસના ભાગ રૂપે પ્રવાસ કરાવવાની વાત કરી હતી.સાથે સાથે  શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઇ મકવાણા તેમજ શિક્ષકમિત્રો રમેશભાઈ ટાંક, ભાવેશભાઈ પટેલ, અમિતસિંહ સોલંકી , અજીતભાઈ બારડ, ઉમંગભાઈ શેઠ તેમજ ઘનશ્યામભાઈ સીઢા દરેક શિક્ષક મિત્રોએ બાળકોને પોતાના આગળના અભ્યાસ માટે માર્ગદર્શ આપવામાં આવ્યું અને સાથે બાળકોને પ્રોત્સહન આપવામાં આવ્યું હતું.આ વિદાય કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી તખુભાઇ ધાખડા તેમજ ગામના આગેવાન એવાં દડુબાપુ ધાખડા, કિશોરભાઈ ધાખડા તેમજ સ્વદીપ સંસ્થા માંથી વંદનાબેન અને બાળકોના વાલીઓ બધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા શાળામાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું બધાએ  સાથે મળી શ્રી  ભચાદર પ્રાથમિક શાળાના  ધોરણ ૮ ના બાળકોનો વિદાય કાર્યક્રમને સફળતા બનાવ્યો હતો.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *