Gujarat

રાણપુર તાલુકા સરપંચ યુનિયનની બેઠક યોજાઈ…

તાલુકાના 20 ગામના સરપંચો હાજર રહી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સરપંચ યુનિયન ની બેઠક યોજાઈ.આ બેઠક રાણપુર શહેરમાં આવેલ સન સાઈન સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં રાણપુર તાલુકાના 34 જેટલા ગામો માંથી 20 ગામ ના સરપંચો હાજરી આપી હતી અને આ બેઠક માં રાણપુર તાલુકાના તમામ ગામોમાં વિકાસ નાં કામો ઝડપ થી થાય અને પડતર પ્રશ્નો નાં જલ્દી થી નિરાકરણ આવે એવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક રાણપુર તાલુકાના સરપંચ યુનિયન નાં પ્રમુખ અને  દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સલૈયા તેમજ અળવ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ.પ્રમુખ સુરેશભાઈ ખાચર  તેમજ બોડિયા ગામ સરપંચ ઉપ.પ્રમુખ રણજીતભાઇ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠક માં રાણપુર તાલુકાના 20 ગામના સરપંચ હાજર રહ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221012-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *