Gujarat

રાધનપુરમાં મકાન પર બેન્કની લોન ચાલુ હોવા છતાં વેંહચી નાંખ્યું

પાટણ
રાધનપુરની હરિઓમ સોસાયટીમાં રહેતા અને મૂળ સમી તાલુકાના નાનીચંદુર ગામના વતની અને હાલમાં આસામ બેખાલતી સેન્ટર ખાતે આર્મીમાં ઇલેક્ટ્રીક મિકેનીક તરીકે ફરજ બજાવતા વશરામભાઇ અરજણભાઇ દેસાઇએ રાધનપુરની હરીઓમ સોસાયટીમાં રહેતા અને મૂળ ભાભરનાં રમેશભાઇ રાવળનો સંપર્ક કરીને નવા ઘર માટે પૂછપરછ કરી હતી. જેથી રમેશ રાવળે હરિઓમ સોસાયટીમાં આવેલું રો-હાઉસ તૈયાર મકાન રૂ?. ૪ લાખ ૭૨ હજાર ૮૦૦માં વેચવાનું જણાવતા ફરજ પરથી ઘરે આવેલા વશરામભાઇએ આ મકાનનો દસ્તાવેજ સાક્ષીઓ અને સંબંધીઓની હાજરીમાં તા. ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ દસ્તાવેજ રજિસ્ટર નં. ૧૯૦૧થી કરાવ્યો હતો. આ મકાનના સોદા વખતે રમેશભાઇએ મકાન વેચતી વખતે વશરામભાઇને મકાન ઉપર કોઇ લેણદેણ કે લોન કે કોઇ બોજાે ન હોવાનું અને મકાન તેમના નામે હોવાનું જણાવતાં તેમણે વિશ્વાસમાં આવી રૂ. ૪ લાખ ૭૨ હજાર ૮૦૦ રોકડા રમેશભાઇને આપ્યા હતા. તે પછીના એક વર્ષ બાદ એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંક, જયપુરની પાટણ શાખાના માણસોએ વશરામભાઇના ત્યાં આવીને રમેશભાઇ રાવળે અમારી બેંકમાંથી લીધેલી લોનના કેટલાક હપ્તા બાકી છે તેમ જણાવ્યું હતું. જેથી વશરામભાઇની પત્નીએ કહ્યું હતું કે, તેમના પતિ હાલ નોકરી પર હોવાથી તેમને વાત કરીશ. ત્યારબાદ તેમની પત્નીએ વશરામભાઇને આ બાબતની જાણ કરી હતી. જેથી વશરામભાઇએ રમેશભાઇનો ફોન પર સંપર્ક કરતાં તે બંધ આવતો હતો. વશરામભાઇ જ્યારે નોકરી પર હતા અને તેમનો પરિવાર ઘરે હતો. ત્યારે નવા ખરીદેલા ઘરના હપ્તાની ઉઘરાણી માટે આવેલી બેંકનાં માણસોએ તેમનાં પરિવારને ઘરનો સામાન લેવા દીધા વગર તેમને ઘરની બહાર કાઢીને ઘરને સીલ લગાવી દીધું હતું. જેની જાણ પત્નીએ વશરામભાઈને કરતાં તેઓ નોકરીએથી પરત ઘરે આવતાં તેમના પત્ની અને પરિવાર અન્ય સંબંધીને ઘરે રહેતા જાેવા મળ્યા હતા. આમ રમેશભાઇએ તેમની સાથે છેતરપીંડી આચરતાં વશરામભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી ૪૦૬/૪૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.રાધનપુરમાં રહેતા અને આર્મીમાં ઇલેક્ટ્રીક મિકેનિક તરીકે ફરજ બજાવતા જવાન સાથે એક શખ્સે મકાનનો સોદો કરીને તેને વેચાણ આપતી વખતે મકાન ઉપર કોઇ લોન કે બોજાે હોવાની બાબતથી અજાણ રાખ્યા હતા. તેમજ મકાનનો સોદો કર્યા બાદ મકાન બેન્કમાં ગીરવે પડ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેથી જવાનને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ થતાં તેણે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *