ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર ઉચ્ચ ગુણવત્તાવાળું રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ સહિત એગ્રો ઇનપુટ્સના વેચાણ તેમજ સરકારની વિવિધ યોજનાકિય કામગીરી માટે નવીન એબીસીના લાયસન્સ માટે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર ૧૯૮૫ અને પેસ્ટીસાઇડસ એક્ટ મુજબ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો તેમની અરજી કરી શકશે.
આ અરજી પત્રક ફોર્મ નિગમના જિલ્લા મથકના એગ્રો સર્વિસ સેન્ટર જૂનાગઢ ખાતેથી તેમજ નિગમની વડી કચેરી ખાતેથી ઓફિસ સમય દરમિયાન આપવામાં આવશે. તેમજ નિગમની વેબસાઈટ www.gaic.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે વધુ માહિતી માટે ૭૨૨૮૦ ૮૨૨૦૦ પર સંપર્ક કરવા વિનંતી છે. ભરેલા અરજી પત્રક ફોર્મ નિગમની વડી કચેરી જિલ્લા મથકના એગ્રો સર્વિસ સેન્ટર ખાતે આપવાનું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
