Gujarat

લાઠી પોલીસ સ્ટેશનના કેરાળા ગામના પાટીયા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૨ કિ.રૂ.૬૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લાઠી સર્વેલન્સ ટીમ

પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ જુગાર ની બદી દૂર કરવા દારૂ જુગારની પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વીભાગ અમરેલી નાઓના ઓએ માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામ લક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવ્રુતી કરતા ઇસમો ને જડપી પાડવા માટે લાઠી પો.સબ.ઈન્સ. શ્રી પી.એ જાડેજા ના દ્વારા ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ
જે અન્વયે આજરોજ લાઠી સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મેળવી બે ઇસમો ને કેરાળા ગામના પાટીયા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૨ GOA SPIRIT OF SMOOTHNESS WHISKY ૭૫૦ એમ.એલ ની જેની કિ.રૂ.૬૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીની વિગત
(૧) રાકેશભાઇ સુરસીંગ વસુનીયા ઉં.વ.૨૨ ધો.મજુરી રહે.માલવીયા પીપરીયા ઉકાભાઇ લાધાભાઇ ભુરાણી ની વાડીએ તા.લાઠી જી.અમરેલી મુળ – સાગુટા હુલીયા ફળીયા તા આંબવા જી.અલીરાજપુર રાજય – એમ પી (૨) જપેરાભાઇ ઉર્ફે જવલો મત્લા મેહડા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.ફરદીનભાઇ અનુભાઇ સેતા ની વાડીએ નાના રાજકોટ જવાના રસો તા.લાઠી જી.અમરેલી મુળઃએકદડી બાદલીકુવા તા.આબવા જી.અલીરાજપુર રાજયઃએમ.પી. વાડીએ તા.લાઠી જી.અમરેલી મુળ- અબલક તદ જોબટ છે. અલીરાજપુર રાજ્ય- એમ.પી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વીભાગ અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.એ જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220810-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *