Gujarat

લોકશાળા ખડસલીના આદર્શ અને સંનિષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવાભાઈ ગાગીયાએ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રમેશભાઈ હીરાણીની ઓફિસે શુભેચ્છા મુલાકાત લીધી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલી એટલે ગાંધીવિચારને અક્ષરશઃ મૂર્તિમંત કરતી શૈક્ષણિક સંસ્થા. ગાંધી મૂલ્યો અને આત્મનિર્ભરતાના પાઠ અહીં પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા ભણાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી અને જીવનનિર્વાહ માટેના કૌશલ્યસભર હુનરો દ્વારા અહીં પ્રત્યેક વિદ્યાર્થીને પ્રશિક્ષિત કરવામાં આવે છે. એટલે ખડસલી લોકશાળામાં અભ્યાસ કરેલાં વિદ્યાર્થીઓ જીવનના તમામ ક્ષેત્રે ખુમારી પૂર્વક આગળ વધતાં જોવા મળે છે. આ જ શાળાના સંનિષ્ઠ શિક્ષક શ્રી ગોવાભાઈ ગાગીયા આ શાળાના વિદ્યાર્થીઓનાં ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતાં જોવા મળે છે. આજરોજ સાવરકુંડલા શહેરમાં શ્રી ગોવાભાઈ ગાગીયાએ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રમેશભાઈ હીરાણીની તેમની  ઓફિસે શુભેચ્છા મુલાકાત લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *