Gujarat

લોકોને જાગૃત કરવા માટે નીકળેલી રેલીમાં સુરત પોલીસ કમિશ્નર પણ જાેડાયા

સુરત
‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અંતર્ગત શહેરમાં એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ રેલી અણુવ્રત દ્વારથી શરૂ થઇ હતી જેમાં શહેર પોલીસ કમિશ્નર પણ જાેડાયા હતાં. રેલી અંતર્ગત લોકોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશાનો વેપલો કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકો નશાથી દૂર રહે તે માટે વિવિધ કાર્યકમો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સુરતમાં અણુવ્રત દ્વારથી પાર્લે પોઈન્ટ સુધી ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ના સંદેશા સાથે રેલી યોજાઈ હતી. આ રેલીમાં શહેરના નાગરિકો અને ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ રેલીમાં વિવિધ બેનરો અને પોસ્ટરો થકી લોકોને નશાથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. આ રેલીમાં પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દ્વારા શહેરીજનોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત નશાથી થતા નુકશાન અંગે પણ બેનરો દર્શાવવામાં આવ્યા હતા. ડ્રગ્સ આજની તારીખમાં સમાજમાં ખૂબ મોટું દુષણ છે. તેના વિરુદ્ધમાં સમાજના તમામ નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે. જેથી ડ્રગ્સ રિલેટેડ એક્ટીવી શહેરમાં ના ચાલે તે માટે શાળા, કોલેજમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. આ મામલે જ આ રેલીનું આયોજન કરાયું છે. જેમાં લોકોને નશાથી દૂર રહેવા સંદેશો અપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *