Gujarat

લોક સેવા કેન્દ્ર દ્વારા છોટાઉદેપુર ડોન બોસ્કો હાઇસ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર ખાતે આવેલ ડોન બોસ્કો હાઇસ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણ તાલુકા જેમાં છોટાઉદેપુર તેમજ જેતપુર પાવી તેમજ કવાટ ના 48  ગામની સખી મંડળની બહેનો કૂલ 750 બેનોએ હાજરી આપી હતી જેમાં ટીમલી નૃત્યથી મહિલા દિન નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થાના મેનેજર ફા. કાર્લોસ દ્વારા મુખ્ય મહેમાનો તેમજ બહેનો સ્વાગત કર્યું હતું મુખ્ય મહેમાન તરીકે ગીતાબેન ખાટ તેમજ યાસમીન મન્સૂરી મુખ્ય મહેમાન હતા ગીતાબેન ખાટ દ્વારા abhiyum 181 જેમને પ્રાસંગિક પ્રવચનમાં આ હેલ્પ લાઈન કાર્ય માટે સમજ આપી હતી તેમજ યાસ્મીન મન્સૂરી દ્વારા મહિલા આયોગ નારી આંદોલન છોટાઉદેપુર સેવા સદન નારી આંદોલન ના કાર્યો અને તે માહિતીઓને કેવી રીતે ઉપયોગ થાય તે માટે માહિતી આપી હતી સ્નેહલ દ્વારા સ્ત્રીઓમાં શિક્ષણનું મહત્વ નાટિકા દ્વારા સમજાવવામાં આવ્યું ફાધર જેરોમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220308-190512_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *