સાગર નિર્મળ
જૂનાગઢ
શ્રી લોહાણા મહિલા મંડળના મવડી મંડળના મીનાબેન ચગ અને ભારતીબેન ઘીયાના માર્ગદર્શન હેઠળ ઓપન જૂનાગઢ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયુ છે.
લોહાણા મહીલા મંડળના પ્રમુખ અલ્પાબેન ઉનડકટની યાદી જણાવેલ છે કે, જૂનાગઢ લોહાણા મહીલા મંડળ દ્વારા તેમજ નિધીસ કિચન દ્વારા ઓપન જૂનાગઢ વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. જે આગામી તા. ૦૪ જાન્યુઆરને બુધવારના રોજ ગિરીરાજ વીલા, ગુરૂદ્વારા સામે ગિરનાર રોડ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં બે વાનગીની સ્પર્ધાનુ આયોજન કરેલ છે. જેમા સ્ટાટર્સ અને લો-કેલેરી ફુડ બનાવીને ઘરેથી લાવવાની રહેશે.
બહેનોને રસોડાની રાણી કહેવામાં આવે છે ઘરે તો બહેનો રસોઈ પીરસતી જ હોય છે પરંતુ એમનુ ટેલેન્ટ બહાર આવે તે હેતુથી લોહાણા મહીલા મંડળ અને નિધીસ કિચન દ્વારા બહેનો માટે આ સ્પર્ધાનુ આયોજન કરાયુ છે. દરેક સ્પર્ધક બહેનોને આશ્વાસન ઈનામો આપવામાં આવશે. તેમજ બંને સ્પર્ધામાં એક થી પાંચ નંબર આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા બહેનોએ ફોર્મ મેળવવા માટે અલ્પાબેન ઉનડકટ ગીરનાર રોડ મો. ૯૮૭૯૫૪૦૭૭૧, ચંદ્રીકાબેન સોઢા નીલગગન એપાર્ટમેન્ટ બી-પ, મો. ૮૨૦૦૮૮૭૮૭૨, રશ્મીબેન વિઠલાણી દાણાપીઠ સોસાયટી મો. ૯૪ર૯પ૮૦૦૧૭, સાધના ર્નિમળ, ઝાંસીની રાણીના સર્કલ પાસે, પટેલ પાન વાળી ગલીમા કન્હાઇ ફલેટ મો. ૯૪૨૮૩૭૮૪૪૪, પારૂલબેન સુચક શ્રી બ્યુટી પાર્લર “શ્યામાલય” બ્લોક ૬, દર્શન બંગલોઝ , દિપાલી પાર્ક ૨, પુલકિત સ્કૂલની પાછળ ઝાંઝરડા રોડ મો. ૯૦૩૩૬ ૮૪૫૭૬,, નિધી ખખ્ખર મોર્નાક-ર, રાયજીબાગ મો. ૯૪૦૮૫૫૫૮૦૩ ઉપર સંપર્ક કરવા લોહાણા મહીલા મંડળના પ્રમુખ અલ્પાબેન ઉનડકટે જણાવ્યુ છે.
આ સ્પર્ધાના આયોજન માટે સેક્રેટરી ચંદ્રીકાબેન સોઢા, ઉપપ્રમુખ રસીલાબેન સોઢા, ગીતાબેન કોટેચા, ક્રિષ્નાબેન અઢીયા, તરૂબેન ગણાત્રા, રેખાબેન ગોંધીયા, પારૂલબેન સુચક, નિલમબેન વિઠલાણી, સાધનાબેન ર્નિમળ, નિધીબેન ખખ્ખર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સ્પર્ધા માટેનાં ફોર્મ છેલ્લી તા. ૦૧-૦૧-ર૦ર૩ સુધી સ્વીકારવામાં આવશે.
