Gujarat

વકીલ ઘરમાં ઓફિસ કરે તો એ કોમર્શિયલ નહીં ઃ હાઈકોર્ટ

અમદાવાદ
અમદાવાદ શહેરમાં પોતાના રહેણાંક મકાનમાં ઓફિસ ધરાવતા એક એડવોકેટની પ્રોપર્ટી ટેક્સ બાબતે આકરણી અંગેના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. અગાઉ ૨૧ ડિસેમ્બરે અરજદાર અને કોર્પોરેશનની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે લેખિતમાં આદેશ કરતા નોંધ્યું છે કે કોઇ એડવોકેટ તેના ઘરમાં ઓફિસ ધરાવતો હોય, તેને કોમર્શિયલ ન કહી શકાય. કારણ કે જે એડવોકેટ પોતાની ઓફિસમાં જે પ્રવૃત્તિ ચાલવતો હોય છે તેનો ‘કોમર્શિયલ’ નહીં પણ ‘પ્રોફેશનલ’ કેટેગરીમાં સમાવેશ થાય છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠ સમક્ષ આવેલ એક રસપ્રદ કિસ્સામાં અરજદાર વકીલ કે જે પોતાના નિવાસ સ્થાને જ ઓફીસ ધરાવે છે. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર બાંધકામને કોમર્શિયલ પ્રોપર્ટી માની પ્રોપર્ટી ટેક્સનું બીલ આપી આપ્યું હતું. આ મામલે નીચેની કોર્ટેમાં પણ અરજી કરી હતી, પરંતુ તેની તરફેણમાં ચુકાદો ન આવતા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં અરજદારની દલીલ હતી કે પોતે પહેલા માળે રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર એડવોકેટની ઓફિસ છે. આ બાબતે જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે છસ્ઝ્રને આદેશ કર્યો છે કે નવેસરથી પ્રોપર્ટી ટેક્સના બીલ ગણવામાં આવે અને અગાઉ જે બીલની રકમ ભરી હોય એની સામે નવા બીલની રકમને સરભર કરવામાં આવે. બન્ને પક્ષની રજૂઆત બાદ અંતે ખંડપીઠે અવલોકન કર્યું કે, એક વકીલની ઓફિસને કોમર્શિયલ ઓફિસ કહેવું મુશ્કેલ છે, કોઇ પ્રોપર્ટીની અંદર કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તેને કોમર્શિયલ પ્રોપર્ટીની વ્યાખ્યામાં સામેલ કરી શકાય.પરંતુ વકીલની ઓફિસમાં ચાલતી પ્રવૃત્તિ પ્રોફેશનલ હોય છે, કોમર્શિયલ નહીં.

High-Court-order.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *