Gujarat

વડનગરમાં બે બાઈક અથડાતા એક યુવક કેનાલમાં પડતા મોત

મહેસાણા
અકસ્માતમાં મોતને ભેટનાર અરવિંદ નાયી પોતાના કૌટુંબિક ભાઈ અશોકના બાઈક પર સવાર થઈને વિજાપુર જઇ રહ્યો હતો. એ દરમિયાન ઉઢાઇ ગામથી સોભાસણ ગામ તરફ કેનાલ પાસે આગળ જઇ રહેલા બાઈક સામે ભૂંડ આવી જતા બાઈક ચાલકે ગાબુ ગુમાવ્યો હતો. જેમાં બાઈક મૃતકના બાઈક સાથે ટકરાયું હતું, જ્યાં બંને બાઈક ટકરતા જે બાઈકમાં મૃતક અરવિંદ સવાર હતો, તે બાઈક કેનાલ પાસે નમી જતા અરવિંદ કેનાલમાં પડ્યો હતો. અન્ય બાઈક ચાલકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ભૂંડ વચ્ચે આવી જતા બે બાઈક ટકરતા ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે કેનાલમાં પડેલા અરવિંદ નાયીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે કૌટુંબિક ભાઈ અશોક નાયીએ વડનગર પોલીસ મથકમાં અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મહેસાણા જિલ્લાના વડનગર પાસેથી એક અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક સામે ભૂંડ આવી જતા બાઈક બીજા બાઈક સાથે ટકરાયું હતું. જેમાં બાઈક પાછળ બેઠેલો એક વ્યક્તિ કેનાલમાં ખાબકતા તેનું મોત નીપજ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *