ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં, ૧૧૧૯૩૦૬૦૨૨૦૧૯૭૪૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૩૭, ૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ખુનની કોશિષના ગુનાને અંજામ આપીને નાસી જનાર અને નાસતો ફરતો લીસ્ટેડ હિસ્ટ્રીશીટર આરોપી બરવાળા બાવળ ગામે પોતાના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, મળેલ બાતમી આધારે બરવાળા બાવળ ગામે વહેલી સવારે રેઇડ કરીને નાસતા ફરતા આરોપીને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપીની વિગતઃ
દીલુભાઇ સુરીગભાઇ ઉર્ફે સુરગભાઇ વાળા, ઉં.વ.૫૦, રહે.બરવાળા બાવળ, તા.વડીયા, જિ.અમરેલી,
→ પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ
હિસ્ટ્રીશીટર આરોપી દીલુભાઇ સુરગભાઇ ઉર્ફે સુરીંગભાઇ વાળા વિરૂધ્ધ ભુતકાળમાં નીચે દર્શાવ્યા મુજબના
ગુનાઓ નોંધાયેલ છે.
(૧) વડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૬૫/૧૯૯૨, IPC કલમ ૩૨૫ વિગેરે.
(૩) વડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૬/૧૯૯૩, IPC કલમ ૪૫૨ વિગેરે.
(૨) વડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૬/૧૯૯૩, IPC કલમ ૩૨૪ વિગેરે. (૪) ભેંસાણ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૩/૧૯૯૩, IPC કલમ ૩૨૪ વિગેરે. (૫) વડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૦/૧૯૯૪, IPC કલમ ૩૨૪ વિગેરે. (૬) ધારી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૪/૧૯૯૪, IPC કલમ ૩૨૪ વિગેરે. (૭) વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૦૮/૧૯૯૮, પ્રોહી એકટ કલમ ૬૬(૧)(બી), ૮૫-૧-૩ મુજબ (૮) વડીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૩૦/૧૯૯૮, IPC કલમ ૫૦૬(૨) વિગેરે. (૯) જેતપુર તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦/૧૯૯૯, IPC કલમ ૩૨૪ વિગેરે. (૧૦) વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૫/૨૦૦૮, પ્રોહી એકટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એફ) મુજબ (૧૧) વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૬/૨૦૦૮, પ્રોહી એકટ કલમ ૬૬(૧)(બી), ૬૫(ઇ)(એફ)મુજબ (૧૨) વડીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૫/૨૦૦૯, IPC કલમ ૩૨૩,૫૦૪ વિગેરે (૧૩) વડીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૨૭/૨૦૦૯, IPC કલમ ૫૦૪, ૫૦૬(ર) વિગેરે (૧૪) વડીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૬૫/૨૦૧૮, IPC ક. ૩૨૩, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪, જી.પી.એ.ક. ૧૩૫ (૧૫) વડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૮/૨૦૧૯, IPC કલમ ૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬(૨), G.P.Act કલમ ૧૩૫ (૧૬) વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૯/૨૦૧૯, પ્રોહી કલમ ૮૫(૧) ૫૦૬(૨), ૩૫૩ તથા GPA કલમ૧૩૫
(૧૭) વડીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૦૦૧૧૮/૨૦૨૦, MVA કલમ ૧૮૫ (૧૮) વડીયા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૦૦૧૧૯/૨૦૨૦, IPC કલમ ૩૩૨, ૧૮૬, ૫૦૪,
(૧૯) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૧૯૯૩૬૦૨૨૦૧૯૭/૨૦૨૨, IPC કલમ ૩૦૭ વિ. મુજબ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


