Gujarat

વડોદરાના માણેજામાં ડ્ઢત્નમાં ડાન્સ કરવા બાબતે મારામારી

વડોદરા
શહેરના છેવાડે આવેલા માણેજા ગામમાં રાત્રે શ્રીજીની વિસર્જનયાત્રામાં ડીજેમાં ડાન્સ કરવા ત્રણ જેટલા કહેવાતા માથાભારે યુવાનો ઘૂસી જતાં ગણેશમંડળના યુવાનો સાથે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. રાત્રે મારામારીના બનેલા આ બનાવના વીડિયો વાઇરલ થયા છે. માણેજા ગામમાં બનેલા શ્રીજીની વિસર્જનયાત્રામાં બનેલા બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી. મહિલા-પુરુષોનું ટોળું પકડો…પકડો…ની બુમરાણો સાથે ડી.જે. ઓપરેટરને મારવા પાછળ દોડ્યું હતું. ગણેશચતુર્થીથી શહેરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઈ છે. કેટલાંક ગણેશમંડળો દ્વારા શ્રીજી ઉત્સવના નવમા દિવસે શ્રીજીનું ભવ્યાતિ ભવ્ય સવારીઓ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત સુધી નવ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરતા ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢીને શ્રીજીનું પોતાના વિસ્તારોમાં આવેલાં તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજી ઉત્સવના નવમા દિવસે વડોદરાના છેવાડે આવેલા માણેજા ગામ ગણેશ યુવક મંડળ દ્વારા પણ શ્રીજીની નવ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી અને રાત્રે વાજતે-ગાજતે શ્રીજીની વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે. સાથે નીકળેલી શ્રીજીની ભવ્ય વિસર્જનયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો જાેડાયાં હતાં. શ્રીજીની વિસર્જનયાત્રા ડી.જે.ના તાલ સાથે ડાન્સ કરતા યુવાનો સાથે તળાવ તરફ આગળ ધપી રહી હતી. દરમિયાન ત્રણ માથાભારે કહેવાતા યુવાનો ડી.જે. ના તાલે નાચવા માટે શ્રીજીની વિસર્જન યાત્રામાં ઘૂસી ગયા હતા. ગણેશ યુવક મંડળના યુવાનોએ નાચવા માટે ઘૂસી ગયેલા ત્રણ યુવાનને બહાર નીકળવાનું જણાવતાં મામલો બિચક્યો હતો અને જાેતજાેતાંમાં મારામારી શરૂ કરી દીધી હતી. વાઇરલ થયેલા વીડિયોમાં એક યુવાનને ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. મારામારી થતાં જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બીજી બાજુ, ડી.જે. ઓપરેટર ડી.જે. છોડીને ભાગી જતાં શ્રીજીની વિસર્જનયાત્રામાં જાેડાયેલાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષો પકડો…પકડો…એવી બૂમો મારી તેણે પકડવા માટે દોડ્યાં હતાં. શ્રીજીની વિસર્જનયાત્રા દરમિયાન થયેલી છુટ્ટા હાથની મારામારીન પગલે ગામમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક લોકો યાત્રા છોડીને ઘરે રવાના થઈ ગયા હતા. કેટલાક લોકો દ્વારા માથાભારે કહેવાતા લોકોની માફી પણ માગી રહ્યા હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે. તો વીડિયોમાં એક યુવાન લાકડીના ફટકા મારવા માટે પણ જણાવી રહ્યો હોવાનું જણાઈ આવે છે. રાત્રે માણેજા ગામમાં બનેલા આ બનાવે માણેજા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. નોંધનીય છે કે મોડી રાત્રે બનેલા આ બનાવની આજે મોડી સવાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જાેકે આ વિસર્જનયાત્રામાં પોલીસ-બંદોબસ્ત પણ હતો. ત્યારે પોલીસ ફરિયાદ બનીને શાંતિ ડહોળનારાં તત્ત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ એ એક સવાલ છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *