Gujarat

વડોદરામાં આર્થિક પરિસ્થિતી કંટાળેલા યુવકે માતા અને બહેન પર હુમલો કર્યો

વડોદરા
વડોદરા શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા ૪૮ વર્ષિય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો ૨૪ વર્ષિય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની ૨૧ વર્ષિય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે. ૧૮ જૂને તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય તેવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જાેરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જાેઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી. દરમિયાન ભાઈ બેને પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને શાક સમારવાના ચપ્પા વડે તેના પેટ અને પગમાં ૫ થી ૭ ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પાના ઘા મારી ઇજા પહોંચાડી હતી. દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેઓએ દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને ૧૦૮ મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યાં હતાં. માતાની ફરિયાદના આધારે વરણામા પોલીસે હુમલાખોર દીકરા બેન એલેક્સ મલઇક સામે આઈપીસી ૩૨૩ અને ૩૨૬ મુજબ ગુનો દાખલ કર્યો છે. યુવાનોમાં સહનશક્તિ અને ધીરજનો અભાવ છે તેમજ નાસીપાસ પણ જલદી થઈ જાય છે. હાલના સમયમાં યુવાનોને તમામ વસ્તુ અત્યંત જલદી મળી જાય છે. ફાસ્ટ ડિલિવરીનો જમાનો છે ત્યારે ધીરજ તો ખૂટી જ ગઈ છે, પરંતુ પરિપક્વતા પણ નથી આવતી. માતા-પિતા જીદ પૂરી કરી શકતાં નથી ત્યારે યુવાનો પોતાની લાગણી પર કાબૂ રાખી શકતા નથી. આ બધાં પરીબળો ઘણી વખત યુવાનોને હિંસા તરફ વાળતા હોય છે. આરોપી બેન એલેક્સ મલઈક અંતર્મુખી સ્વભાવનો છે. આર્થિક સંકડામણ થતાં બેન ગુસ્સામાં આવી ગયો હતો અને તેની બહેન તેમજ માતા પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. તેણે ઘરમાં કાચ તોડી નાખ્યા હતા. કાચ વાગતાં બેનને ઈજા પહોંચતા તે સારવાર હેઠળ છે. ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ અટકાયત કરીને કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.ઘરમાં આર્થિક સંકડામણના કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પા વડે હુમલો કરી ૭ જેટલા ઘા મારી દીધા હતા. વરણામા પોલીસ મથકમાં માતાએ હુમલાખોર દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

Provoked-by-financial-constraints-the-student-inflicted-7-blows-on-his-mother-and-sister.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *