વડોદરા
વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષિય બ્રિજેશ જંયતિભાઇ પરમાર (રહે.૧૮ ગાર્ડન પાર્ક સોસાયટી રહે. દિવાળીપુરા જુના પાદરા રોડ, વડોદરા ) પાણીના જગાનો વેપાર કરે છે. તે ટોયોટા ઇટીઓસ કાર લઈને સયાજીગંજ પોલીસ તરફના રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. બેફામ કાર ચલાવીને નીકળેલા નબીરાએ પોલીસ સ્ટેશન પાસે ઉભેલી શી ટીમની જીપ તેમજ એક પોલીસ મીની બસને અસફેટે લઈને ભારે નુકશાન પહોચાડ્યું હતું. આ ઉપરાંત પોલીસ વાનની આગળ ઉભેલી ત્રણ જેટલી મોટર સાઇકલોને પણ નુકશાન પહોંચ્યું હતું. તાપસ કરતા જાણવા મળ્યું કે ટોયોટા કારનો ચાલક બ્રિજેશ પરમાર ચિક્કાર દારુના નશાની હાલતમાં ધુત્ત થઈને કાર હંકારતો હતો. પોલીસે નશામાં ધુત્ત નબીરા બ્રિજેશ પરમારની ધરપકડ કરી કાર તેમજ મોબાઈલ ફોન મળીને રૂપિયા ૩.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના વાહનોને અકસ્માત સર્જનાર કાર ચાલક બ્રિજેશ પરમારને કારમાંથી ઉતાર્યો ત્યારે, તેની આંખો લાલઘૂમ હતી. લથ્થડીયા ખાતો હતો. અને બોલવામાં પણ તેની જીભ તોતડાતી હતી. નશામાં કાર લઇને નીકળેલા બ્રિજેશની તુરતજ ધરપકડ કરી લેવામાં આવી હતી. અને તેનું મોંઢુ બ્રિથએનેલાઇઝરથી તપાસ કરવામાં આવતા તેણે દારૂનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને બ્લડ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બનેલા આ બનાવે શહેર પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મુકી હતી. મધ્યરાત્રીએ શહેરને પોતાના પિતાની જાગીર સમજીને શરાબના નશામાં ધુત્ત થયેલા કેટલાક ખાનદાની નબીરાઓ શહેરના રાજમાર્ગો પર કરતબો કરતા હોય છે. જ્યારે આવા નબીરાઓ અનેક વાર કેટલાક માસૂમ રાહદારીઓ અને ફૂટપાથ પર સુતા શ્રમજીવીઓ ને અડફેટે લેતા હોય છે. અને કેટલાક કિસ્સામાં રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. શરાબના નશામાં ધુત્ત આવા નબીરાઓ કોઈ પણ ડર વિના શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક સમજીને વાહનો હંકારે છે. અને અકસ્માત સર્જે છે. એક બ્રિજેશ પરમારના નામના નબીરાએ સયાજીગંજ પોલીસ મથક પાસે ઉભેલી પોલીસ વાન સહિત મોટર સાયકલ સાથે અનેક વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પોલીસ જવાનને ઇજા પહોંચી નથી. જાેકે શહેર પોલીસની કડક નાઈટ પેટ્રોલિંગમાં પણ નબીરાઓ છેક પોલીસ મથક પાસે ઉભેલી પોલીસ જીપ સાથે અકસ્માત સર્જી જાય ત્યારે સમજમાં આવે કે તો શહેરમાં શરાબીઓ અને નબીરાઓનું જ રાજ ચાલે છે. સ્ટેશન અને સયાજીગંજ વિસ્તારમાં મધરાત સુધી નબીરાઓનો જમેલો રહેતો હોય છે. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરતી હોય છે.સયાજીગંજ સ્ટેશન વિસ્તારમાં દારૂના નશામાં કાર લઇને નીકળેલા નબીરાએ સયાજીગંજ પોલીસ મથકની બહાર ઉભેલી પોલીસ મથકની શી ટીમની પી.સી.આર. વાનમાં અથાડી હતી. પી.સી.આર. વાન સાથે કાર ભટકાતા પી.સી.આર. વાનની આગળના ભાગે પાર્ક થયેલી પોલીસ વાન અને પોલીસ જવાનોની ત્રણ જેટલી મોટર સાઇકલને ભટકાઇ હતી. દારૂના નશામાં કાર ચલાવીને પાંચ વાહનોને ભારે નુકશાન પહોંચાડનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સયાજીગંજ પોલીસે કાર ચાલક દારૂના નશામાં હોવાનું ફરિયાદમાં જણાવી પુરવાર કર્યું છે કે શહેરમાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે.


