Gujarat

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી પૈસા પડાવે છે ઃ ધારાસભ્ય

વડોદરા
ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરમાં કાર્યરત ઠગ ટોળકી દ્વારા મકાન લેવા ઇચ્છતા લોકોનો સંપર્ક કરી મકાન અપાવવાના નામે રૂપિયા ૧.૨૦ લાખ પડાવવામાં આવી રહ્યા છે. આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવા માટે કાર્યરત ઠગ ટોળકી દ્વારા રૂપિયા ૧.૨૦ લાખ લેવામાં આવે છે. જે પૈકી રૂપિયા ૨૦,૦૦૦ કોર્પોરેશનના નામનો ડ્રાફ્ટ બનાવવા માટે લેતી હતી અને રૂપિયા ૧ લાખની વડોદરા મહાનગરપાલિકાની પાવતી આપવામાં આવે છે. અને રૂપિયા ૧.૨૦ લાખ ટોળકી દ્વારા મકાન લેવા ઇચ્છતા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. સફાઇ કર્મચારી દ્વારા આપવામાં આવેલી રૂપિયા ૧ લાખની પાવતી કોર્પોરેશનમાં તપાસ કરાવતા આ પાવતી પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. અને ડિજીટલ યુગમાં કોર્પોરેશનની આપવામાં આવેલી પાવતી પણ હાથથી લખેલી હોવાનું બહાર આવતા વધુ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ટોળકી દ્વારા ૯૧ લોકો સાથે રૂપિયા ૧.૨૦ લાખ લઇને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં એવી પણ માહિતી બહાર આવી છે કે, રૂપિયા ૧ લાખનો કોઇ લાભાર્થી ચેક આપવા ઇચ્છે તો ટોળકી તે ચેક વિક્રમ વણઝારા નામની વ્યક્તિનો લેવામાં આવે છે. આ અંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોમાં મકાન અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો ભોગ બનેલા ૯૧ ગરીબ વ્યક્તિઓના નામની યાદી સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને તા.૧૦ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ પત્ર લખી કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ અંગે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી. પોલીસ ફરિયાદ થયા બાદ અને આરોપીઓ ઝડપાયા બાદ મોટું કૌંભાડ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.વડોદરા શહેરમાં કાર્યરત ઠગ ટોળકી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવવાના નામે ગરીબ લોકો પાસેથી ૧.૨૦ લાખ રૂપિયા પડાવવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ ડભોઇના ભાજપાના ધારાસભ્યએ કર્યો છે. તેમણે શહેરના ૯૧ ગરીબો સાથે ઠગાઇ કરનાર આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. પાલિક દ્વારા ધારાસભ્યની ફરિયાદના આધારે ઠગ ટોળકી સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *