Gujarat

વડોદરામાં યુવાને સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું ગર્ભવતી થતાં પોલ ખુલી

વડોદરા
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે રાત્રિ બજાર આવેલું છે. આ બજારમાં આવેલી એક દુકાનમાં મુકેશ ઉમેશ રાજપૂત (રહે. સંજય નગર, મૂળ રહે. પાણીપત, હરિયાણા) મજૂરીનું કામ કરે છે. મુકેશ જે દુકાનમાં કામ કરતો હતો તેની નજીકની અન્ય દુકાનમાં એક મહિલા વાસણ ધોવાનું કામ કરતી હતી.આ મહિલાના પરિવારની સાથે અવારનવાર એક સગીરા મદદમાં આવતી હતી. આ સગીરાને મુકેશ રાજપૂતે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ સબંધ બંધાયા બાદ મુકેશ તા.૪ મેના રોજ સગીરાને પટાવી ભગાડીને ગયો હતો. જે બાદ તેને અલગ અલગ સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મુકેશે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. ગર્ભ રહી ગયા બાદ ગભરાયેલી સગીરાએ બનાવની જાણ પરિવારને જણાવી હતી. દરમિયાન સગીરાની મતાએ મુકેશ રાજપૂત વિરૂદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે બજારમાં ચકચાર જગાવી મુકી છે. હરણી પોલીસે મુકેશ રાજપુત સામે સગીરાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હવસખોર મુકેશ રાજપૂતની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી. આ સાથે તેને મેડિકલ તથા કોરોના ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવા સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરી ડિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ આરોપી આ યુવતીને પટાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની બાબત પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવી છે.વડોદરાના વુડા સર્કલ પાસે આવેલા બજારમાં આવેલી એક દુકાનમાં કામ કરતા યુવાને બજારમાં જ આવેલી એક દુકાનમાં વાસણ ધોવા માટે આવતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવી સગીરાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની ગઇ હતી. આ દરમિયાન સગીરાએ પરિવારને જાણ કરતા પરિવારે હવસખોર યુવાન સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે યુવાનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *