Gujarat

વડોદરા પોલીસે બાતમીને આધારે ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

વડોદરા
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, એ દરમિયાન બાતમી મળી હતી કે, સુધરાઇ કોલોનીના એક ઘરમાં દારૂનુ વેચાણ ચાલી રહ્યું છે. જેના આધારે દરોડો પાડતા અકોટા સુધરાઇ કોલોનીના બ્લોક નં- ૫, મકાન નંબર ૯૭માં સર્ચ કરવામાં આવ્યું હતું. જ્યાં જીતેન્દ્ર પંડિતરાવ પાટીલ નામનો શખ્સો હાજર હતો અને તેના ઘરના પહેલા માળે માળિયામાં બેગમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૦ બોટલ મળી આવી હતી. તેમજ બીયરના ૬ નંગ ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપી જીતેન્દ્ર પાટીલની ધરપકડ કરીને દારૂ, બીયર અને મોબાઇલ સહિત ૨૫ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સુધરાઇ કોલોનીમાં ઘરમાં પોલીસે બાતમીના આધારે ૩૦ બોટલ વિદેશી દારૂ અને ૬ નંગ બીયરનો જપ્ત કર્યો છે.

Kidnapped-with-the-driver-of-a-truck-full-of-alcohol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *